આત્મહત્યા:હાલોલના ભમરીયા ગામે ઝાડ પર પ્રેમી પંખીડાનો ગળાફાંસો

હાલોલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ બાદ પરિવારજનોને મૃતદેહો સોંપ્યા : પાવાગઢ પોલીસે અેડી નોંધી

ભમરીયા ગામે આલેણીના ઝાડ પર એક જ દોરીનો ગાળિયો બનાવી પ્રેમીપંખિડાએ એક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભમરીયાના 25 વર્ષીય યુવાન સુનિલભાઈ મહેશભાઈ પરમાર અને નાના ચાડવાની 21 વર્ષીય યુવતી અંજનાબેન પ્રવીણભાઈ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેમાં બન્ને પ્રેમી પંખીડાઓએ સમાજ તેઓના બંધનને અને પ્રેમ સંબંધને સ્વીકારે નહીં. તે બીકે એકબીજા સાથે જીવી તો શકાય નહીં પણ સાથે મરી તો શકાય તેવું વિચારી બન્નેએ એક સાથે મરવાનો નિર્ણય કરી ભમરીયા ગામે એક ખેતરના છેડા પરના આલેણીના ઝાડ પર એક જ દોરી વડે ગાળિયો બનાવી એક બીજાના ગળે ભરાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એક સાથે આ ફાની દુનિયાને અલવિદા કહી મોતને વ્હાલુ કરી આપઘાત કરનાર બન્ને યુવાન પ્રેમી પંખીડા અપરણિત હોવાનું જાણવા મળ્યું છે.

ઝાડ પર બન્ને પ્રેમી પંખીડાને મૃતદેહને લટકતા જોઈ બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસ મથકે કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને પ્રેમી પંખીડાઓના મૃતદેહને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરાવી બન્નેના પરિવારજનોને સોંપ્યા હતા. અને બનાવ અંગે જાહેરાતના આધારે પાવાગઢ પોલીસ મથકે એડી નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...