ચેકડેમ તૂટતા ખેડૂતો ચિંતાતૂર:કાલોલની ગોમાં નદી ઉપર બનાવવામાં આવેલો વિશાળ ચેકડેમ તૂટ્યો; લાખો ક્યુસેક પાણી નકામું વહી જતા અછત સર્જાવાની ભીતિ

હાલોલ11 દિવસ પહેલા

કાલોલ તાલુકાના કંડાચ અને રામનાથની વચ્ચે ગોમા નદીના પટમાં બનાવવામાં આવેલ વિશાળ ચેકડેમમાં ગાબડું પડતા ઉનાળા દરમિયાન સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીને લઈ ખેડુતોમાં ચિંતા ઉભી થઇ છે. મરામતના અભાવે 2006માં બનાવવામાં આવેલ ચેકડેમ કિનારી ઉપરથી ધોવાતા નદીમાં થયેલો જળસંગ્રહ નકામો વહેતો થયો છે.

કાલોલ તાલુકાના કંડાચ રામનાથ ગામ વચ્ચે ગોમા નદીના પટમાં વર્ષ 2006માં અંદાજીત એક કરોડ ઉપરાંતના ખર્ચે વિશાળ ચેકડેમ નિર્માણ કરવામાં આવતા ચોમાસા દરમિયાન ગોમાં નદી માં આવતા નીર વહી જતા હતા તે રોકાયા હતા. જળસંગ્રહ થતા આજુબાજુના ગામડાઓના ખેડૂતો ઉનાળા પાક માટે તેનો સિંચાઈ માટે ઉપયોગ કરતા હતા અને ગામડાઓના જળસ્તર પણ ઉંચા આવ્યા હતા. સામાન્ય ચેકડેમ કરતા પંદર ઘણો મોટો કહી શકાય તેવો ચેકડેમ બન્યા પછી કાલોલ તાલુકાના ગોમાં નદીના તટવર્તીય વિસ્તારના લોકો માટે પાણીની રાહત થઈ હતી.

2006માં પાનમ સિંચાઇ દ્વારા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું​​​​​​​
આ ચેકડેમ બન્યા બાદ કાલોલ તાલુકાના કંડાચ, રામનાથ, સુરેલી, ચલાલી, ઉતરેડીયા, ચોરા ડુંગરી, સગનપુરા જેવા અનેક ગામોના ખેડુતોને શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળી રહેતું હતું. અને પશુઓ માટે બારે મહિના પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું હતું.

યોગ્ય સમયે રિપેરિંગ ન કરાતા ગાબડું પડ્યું
ચાલુ ચોમાસા દરમિયાન વરસાદને કારણે ગોમાં નદીમાં પૂર આવતા આ ચેકડેમ કે જે મરામત કરવો જરૂરી હતો. તે કરવામાં ન આવતા પાણીના જોરે કિનારી ઉપર ધોવાણ થતા પાણીના પ્રવાહે ચેકડેમ ક્ષતિગ્રસ્ત થયો છે, પાણીનો સંગ્રહ કરતો ચેકડેમ ક્ષતિગ્રસ્ત થતા ગોમાં નદીમાં વરસાદનું સંગ્રહ થયેલું પાણી નકામું વહી જતા ખેડૂતોમાં ઉનાળાના પાક માટે સિંચાઈનું પાણી મેળવવાની મુશ્કેલીઓ ને લઈ ચિંતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...