પુત્રની નજર સામે જ પિતાએ જીવ ગુમાવ્યો:જાંબુઘોડામાં ખેતરમાં પાણી ચાલુ કરવા જતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો, ઘટના સ્થળે જ મોત

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાંબુઘોડાના કણજીપાણી ગામમાં ખેતરમાં પાણી ચાલુ કરવાનું હોવાથી પુત્ર સાથે ગયેલા ખેડૂત પિતા ગયા હતા. ખેડૂત પાણી માટે મોટર ચાલું કરવા જતાં વીજ કરંટ લાગતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મોટરની લાઈન પગમાં અડી જતા વીજ કરંટ લાગ્યો
જાંબુઘોડાના કણજીપાણી ગામે રહેતા ભીમસીંગભાઈ લખાભાઈ બારીઆ પોતાના પુત્ર સાથે ખેતરે ગયા હતા. ખેતરમાં પાણી મુકવાનું હોવાથી કુવા પરની મોટર ચાલુ કરવા ગયા હતાં. જ્યાં મોટર કોઈ કારણોસર ચાલુ નહીં થતા મેઈન સ્વીચ અને મીટર પાસે પોલ પરથી આવતા વાયરની લાઈન ચેક કરવા ગયાં હતાં. જ્યાં ફ્યુઝ ઉડી ગયેલો જણાતા ફ્યુઝ બાંધી લગાવવા જતા મોટરની લાઈન પગમાં લાગી જતા વીજ કરંટ લાગ્યો હતો. ભીમસીંગભાઈ કાંઈ સમજે એ પહેલાં નીચે પટકાયા હતા. નજીકમાં જ કામ કરી રહેલો તેમનો પુત્ર જયદીપ પિતાને પટકાયેલા જોઈ દોડી ગયો હતો. પરંતુ ભીમસીંગભાઈને અર્થ સાથે વીજ કરંટ લાગતા તેઓ બેશુદ્ધ બન્યાં હતાં.

સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેક કર્યા
પુત્રએ આજુબાજુ ખેતરોમાં કામ કરતા લોકોને બુમો પાડી બોલાવી ભીમસીંગભાઈને સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે જાંબુઘોડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાઈ ગયાં હતા જ્યાં ડોક્ટરે ભીમસીંગભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રંદ માચી ગયો હતો. પુત્ર સાથે ગયેલા પિતાનું મોત પુત્રની આંખો સામે થયું હતું. પુત્ર સાથે જ હતો છતાં પિતાને બચાવી શક્યો ન હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક ખેડૂતના મૃતદેહનું પી.એમ. કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...