હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલી હઝરત બાદશાહ બાબાની દરગાહ ઉપર 86માં ઉર્ષની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલોલ બાદશાહ બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા દરગાહને શણગાર કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા શહેરના પાવાગઢ રોડ ઉપર આવેલી હજરત બાદશાહ બાબાની દરગાહ ઉપર ઉજાવનાર 86માં ઉર્સની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુસ્લિમ યુવકો અને બાદશાહ બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા અત્રે આવેલી દરગાહને રોશનીથી શણગારવામાં આવી રહી છે. હાલોલના હઝરત બાદશાહ બાબાના ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩ જાન્યુઆરી મંગળવારનાં રોજ હાલોલ કસ્બા હુસેની ચોકમાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થશે અને બપોરના ૩ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળશે. જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબાની દરગાહ ખાતે પહોંચશે, ત્યારબાદ વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નસીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરીના હાથોથી સંદલ ચઢાવવામાં આવનાર હોવાનું કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવશે. જ્યારે ઉર્ષનાં બીજા દિવસે 4 જાન્યુઆરી બુધવારના રોજ સવારે દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં ખાનકાએ એહલે સુન્નતનાં સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તકરીર ફરમાવશે અને સલાતો સલામ બાદ નિયાજ તકસિમ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.