કાર્યવાહી:હાલોલના 7 અને લુણાવાડાના 8 અસંતુષ્ટ ભાજપ કાર્યકરો સસ્પેન્ડ

હાલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી

પંચમહાલ ભાજપના કાર્યકરો દ્વારા હાલ ચુંટણી દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર પંચમહાલના 7 સક્રીય કાર્યકરો અને મહિસાગરમાંથી 8 ભાજપ હોદ્દેદારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવુતિ કરવા ભાજપમાંથી ટીકીટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોધાવનાર ગોપીપુરા ના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સુભાષભાઈ રમણલાલ પરમાર, રતિલાલ રમણલાલ બારીયા રામચંદ્રના પત્ની ભગવતીબેન રામચંદ્ર બારીયા તેમજ સુભાષભાઈ પરમારના પુત્ર અને વર્તમાન કોર્પોરેટર ચિરાગભાઈ સુભાષભાઈ પરમાર અને ઘોઘંબા એપીએમસીના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ મોતીસિંહ પરમાર તેમજ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપા માંથી સસ્પેન્ડ કર્યા છે.

જયારે લુણાવાડા વિધાનસભા વિસ્તારના ભાજપના સક્રીય 8 કાર્યક્રરો વર્ષ 2022ની ચુંટણીમાં પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યાના ફોટોગ્રાફ, વિડીયો રેકોર્ડીગ, અોડીયો રેકોર્ડીગના અાધારે લુણાવાડા ભાજપના હોદ્દેદારો અને સક્રીય કાર્યકર જુવાનસિંહ તલાર, અમરીશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, સંજયભાઇ પટેલ, ડો.પીનાકીન પટેલ, ભુલાભાઇ કુબેરભાઇ પટેલ, સ્નેહલભાઇ પાઠક અને અલ્પેશભાઇ કાછીયાને ભાજપ નિષ્કાશીત કર્યા હતા. પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પક્ષ વિરોધી કૃત્ય કરનાર કાર્યકરોને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરતાં છુપી રીતે પાર્ટી વિરુદ્ધ જઇને અન્ય ઉમેદવારનો પ્રચાર કરતાં ગભરાહટ પેસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...