હાલોલ તાલુકાના યાત્રાધામ તાજપુરા ખાતે બ્રહ્નમલીન નારાયણ બાપુનું આશિર્વાદરૂપ સૂત્ર ‘સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ’ આધારીત શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલીત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં આંખોના મોતિયાના ઓપરેશન સહિત આંખોની નિઃશુલ્ક સારવાર સાથે ની સેવા માટે ગુજરાત સહિત આસપાસ રાજ્યો માં આર્શીવાદરૂપ સાબિત થઈ છે. વર્ષ 1976 માં ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલ 2022 સુધી માં વટવૃક્ષમાં પરિવર્ત થતા એક દિવસ માં 400 જેટલા ઓપરેશનો થાય માટે 14 ઓપરેશન થિયેટરો ઉભા કરાયા છે.
અત્યાર સુધી 15,39,625 આંખના દર્દીઓની તપાસણી કરવામાં આવી
હાલ રોજ ના 200 ઉપરાંત સફળ ઓપરેશનો થઇ રહ્યા છે. તાજપુરાની હોસ્પીટલમાં અત્યાર સુધી 15,39,625 આંખના દર્દીઓ તપાસણી કરવા આંવ્યા હતા. જેમાંથી મોતિયા,વેલ,ઝામરના ઓપરેશન જરૂરી હોય તેવા અને છ માસ થી આઠ વર્ષ ની ઉમર ના 436 બાળકો સહિત 6,16,702 દર્દીઓના સફળ ઓપરેશનો પાર પાડી શ્રી નારાયણ આઈ હોસ્પિટલએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
નિઃશુલ્ક સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ
હાલની અસહ્ય મોંઘવારીમાં મધ્યમવર્ગને આંખો ની સારવાર ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા,દવા સહિત વિશેષ લાવવા લઇ જવાની તાજપુરા નારાયણ આઈ હોસ્પિટલ મા નિઃશુલ્ક સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સહિત મધ્યપ્રદેશ. યુપી.રાજસ્થાન.મહારાષ્ટ્ર સહિત ના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ નો અવિરત પ્રવાહ ચાલુ રહેતા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને લાવવા અને લઇ જવા ચાર બસો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. હોસ્પીટલ ટ્રસ્ટ ના પારદર્શક વહીવટ ને લઈ દાતાઓમાં અનાખો વિશ્વાસ પ્રદાન થયો છે.
દર્દીઓને સારવાર મળતા અસંખ્યને જીવતદાન મળ્યું
કોરોનાની વયશ્ચિક મહામારીના નાજુક સમયે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અવઢળમાં મુકાયેલ જિલ્લા વહીવહી તંત્ર ને તાજપુરા શ્રી નારાયણ આરોગ્ય અન્નપૂર્ણા ટ્રસ્ટ હોસ્પિટલ દવારા આઈ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા અનુમતિ આપતા કોવિડ સેન્ટર શરૂ થતાં હજારો કોરોના દર્દીઓ ને સારવાર મળતા અસંખ્ય ને જીવતદાન મળ્યું હતું
ટ્રસ્ટની 4 બસોમાં દર્દીઓને હોસ્પિટલ મફત લાવે છે
તાજપુરાની હોસ્પિટલમાં આંખના દર્દીઓને ઓપરેશન સહિત દવા સારવાર સાથે દર્દી સાથે આવેલ સહાયકની રહેવા જમવા ચા નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા અપાય છે. ઓપરેશન માટે હોસ્પિટલ સુધી લાવવા ઓપરેશન પછી ઘર સુધી મુકવા જવા 4 બસો વડોદરા,ગોધરા, લુણાવાડા, ડભોઇ અને છોટાઉદેપુર સેન્ટરો પરથી મુકાય છે.
મહિલાની આંખની તકલીફ જોઇને બાપુએ હોસ્પિટલ ખોલી
નારાયણ બાપુ એક સમયે હરદ્વાર જવા નીકળ્યા હતા જ્યાં આખની તકલીફ થતા પંજાબ ના સીતાપૂર ખાતે બાપુ નું આંખ ના મોતિયા નું ઓપરેશન કરાવતા દ્રષ્ટિ સ્પષ્ટ થઈ હતી ત્યાર બાદ તાજપુરા આશ્રમ પાસેથી એક વૃદ્ધ મહિલા માથે લાકડા નો ભારો લઈ જતી હતી જે મહિલા ને આંખ માં મોતિયા ની તકલીફ હોય સ્પષ્ટ દેખાતું ન હોય બાપુ એ મનોમન વિચાર્યું કે મને તકલીફ હતી મારૂ ઓપરેશન થઈ ગયું મને દેખાતું થઈ ગયું પણ આ આદિવાસી ગરીબ મહિલા નું શું આ વિચાર સાથે બાપુ ની પ્રેરણા થી તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્પિટલ ની સ્થાપના કરાઈ હોવાનું ટ્રસ્ટી ગણ એ દિવ્યભાસ્કર ને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.