હાલોલ શહેર પોલીસે ચોકસ બાતમીને લઈ સ્વામિનારાયણ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ રામપુરી પાછળ ખુલ્લા મેદાનમાં બાદશાહ બાવાની દરગાહ પાસે મહમંદ શહીદ ઉર્ફે લલ્લીના ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી રોકડા રૂા.12 હજાર સાથે નાજીમ સીદીક લીમડિયા.રહે કોઠી ફળીયા.
હાલોલ, શાહરુખ સલીમ ઘાચી રહે. બાદશાહ બાવા દરગાહ હાલોલ, અલ્તાફ ઇકબાલ શૈખ રહે બાદશાહી પાર્ક હાલોલ, ફેયાજ મુસ્તુફા ઘાચી રહે રામપુરી હાલોલને ઝડપી પાડ્યા છે. તથા ભાગી છૂટેલા જુગારધામના સંચાલક મહમંદ શહીદ ઉર્ફે લલ્લી સહિત સરફરાઝ હોટલવાળા, મોહસીન મુસા ઘાચી અને સદામ સલીમ ઘાચીને વોન્ટેડ જાહેર કરી આઠ જુગાયારિયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ભાગી છૂટેલા જુગારીઓની સઘન તપાસ હાથ ધરતા જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.