તપાસ:હાલોલ તાલુકામાં અપ મૃત્યુના બે બનાવમાં 1 શિક્ષક સહિત 2ના મોત

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

હાલોલ તાલુકામાં અપમૃત્યુના બે બનાવમાં 1 શિક્ષક સહિત 2ના મોત નિપજ્યા છે. જેમાં પાલનપુર ગામે નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાનનું પાણીમાં પગ લપસતા ડૂબી જતાં તથા ઇન્દ્રાલની પ્રાથમિક શાળા ખાતે ફરજ દરમ્યાન ચક્કર આવતા પડી ગયેલા શિક્ષકનું મોત થયું હતું.

હાલોલ તાલુકામાં અપ મૃત્યુના બે બનાવમાં બેના મોત નિપજ્યા છે. જેમાં પહેલા બનાવમાં હાલોલ તાલુકાના પાલનપુર ગામે ટેકરી ફળિયામાં રહેતા 35 વર્ષીય જયેશભાઈ રતનભાઈ પરમાર ગામમાં આવેલ નદીના કિનારા પર કુદરતી હાજત કરવા ગયા હતા. જે દરમિયાન તેઓનો પગ લપસી જતાં તેઓ નદીના ઊંડા પાણીમાં પડ્યા ડૂબવા લાગ્યા હતા. જેમાં તેઓને તરતા ન આવડતા પાણીમાં ડૂબી જતાં પાણીમાં શ્વાસ રુંધાઈ જવાથી તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. જયેશભાઈના મૃત્યુથી ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ અંગે શિવરાજપુર આઉટ પોસ્ટ ખાતે જાણ કરાતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢી હાલોલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો અને પાવાગઢ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં હાલોલના કેસરપુરાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને મૂળ સુરત-માંડવીના રતનિયા ગામે રહેતા ચૌધરી જીગ્નેશકુમાર ગમનભાઈ ફરજ દરમિયાન પેશાબ કરવા ગયા હતા તે વખતે અચાનક જ ચક્કર આવતા પડી જતા તેઓ બેભાન થઇ જતા તાત્કાલિક તેઓને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસ મથકે શાળાના શિક્ષક હસમુખભાઈ ભુરજીભાઈ પાંડવે કરતાં હાલોલ પોલીસે બનાવ અંગે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...