આદિવાસીના ગઢમાં વડાપ્રધાનની જાહેરસભા:1 નવેમ્બરે પીએમ મોદી પંચમહાલ અને છોટાઉદેપુરની પાંચ બેઠકોના મતદારોને સંબોધશે; જાણો 5 બેઠકો પર બે ટર્મથી કોણ કરે છે રાજ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પહેલી કે બીજી નવેમ્બરે થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે પહેલી નવેમ્બરે પંચમહાલ જિલ્લાની હાલોલ - 128 વિધાનસભા બેઠકના જાંબુઘોડા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. જાંબુઘોડા તાલુકાના વિસરાયેલા આદિવાસી વીર શહીદોના સ્ટેચ્યુનું ઇ-અનાવરણ પણ કરશે. આદિવાસીઓ માટે આજ દિવસે માનગઢ ખાતેની જાહેરસભામાં કોઈ જાહેરાત કરે તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે, ત્યારે નજીકના છોટાઉદેપુર જિલ્લાની ત્રણ આદિવાસી બેઠકો પણ આ જાહેરસભામાં આવરી લેવામાં આવશે.

છોડાઉદેપુરમાં કોંગ્રેસ તો પંચમહાલમાં ભાજપનો દબદબો
હાલ છોટાઉદેપુર અને જેતપુર પાવી બે બેઠક કોંગ્રેસ પાસે છે. છોટાઉદેપુર બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે, તો જેતપુર પાવી બેઠક 2012માં ભાજપ પાસે હતી. જે 2017માં કોંગ્રેસની ઝોળીમાં ગઈ હતી. તો સંખેડા બેઠક 2012માં કોંગ્રેસ પાસે હતી, જે 2017માં ભાજપે કબજે કરી હતી. પંચમહાલ જિલ્લાની બે બેઠકોની વાત કરીએ તો હાલોલ અને કાલોલ બંને બેઠકો ભાજપની સુરક્ષિત બેઠકો માનવામાં આવી રહી છે. કાલોલ બેઠક ભાજપે 2012માં 30 હજાર જેટલા મતોથી અને 2017માં 50 હજાર મતોની સરસાઈથી જીતી હતી. જ્યારે હાલોલ બેઠક ઉપર ભાજપના જયદ્રથસિંહ પરમાર છેલ્લી ચાર ટર્મથી જીતતા આવ્યા છે.

PM ત્રણ આદિવાસી બેઠકોની જનમેદનીને સંબોધશે
પહેલી નવેમ્બરે હાલોલ- 128 વિધાનસભા બેઠકના જાંબુઘોડા તાલુકામાં આવી રહેલા વડાપ્રધાન પાંચ વિધાનસભા બેઠાકોનો એક સાથે પ્રચાર કરી આદિવાસી મતદારો સંબોધશે. પંચમહાલ જિલ્લાની બે બેઠકો હાલોલ અને કાલોલ સાથે, છોટાઉદેપુર જિલ્લાની ત્રણ આદિવાસી બેઠકો છોટાઉદેપુર, જેતપુર પાવી, અને સંખેડા બેઠકોની મોટી જનમેદનીને સંબોધશે. આ માટે કકરોલીઆ ખાતે આવેલી ભક્ત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને આજુબાજુની 40 એકર જમીનમાં વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે, તો ચાર હેલિપેડ અને ડામરના નવા માર્ગો તૈયાર કરી દેવામાં આવ્યા છે. લગભગ 80% તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સ્કૂલોને આદિવાસી થીમ પર શણગારવામાં આવી
પહેલીએ સવારે માનગઢ અને બપોરે જાંબુઘોડા તાલુકામાં આવી રહેલા પીએમ મોદી વર્ષ 2012માં અત્રેથી કરેલી જાહેરાત મુજબ તાલુકાની બે પ્રાથમિક શાળાઓને વિસરાયેલા આદિવાસી વીર શહીદોના નામે નામકરણ કરવામાં આવી હતી. જો કે બંને આદિવાસી વીર શહીદોના સ્ટેચ્યુ મુકવાના મતમતાંતર બાદ આ સ્ટેચ્યુ પણ બને સ્કૂલોમાં જ મુકવામાં આવ્યા છે અને બંને પ્રાથમિક સ્કૂલોને આદિવાસી ચળવળની થીમ પર શણગારવામાં આવી છે. આ બંને સ્ટેચ્યુનું ઇ-અનાવરણ પણ પીએમ મોદી અત્રે જાહેરસભામાં કરશે.

PMના આગમનની 80 ટકા તૈયારીઓ પૂર્ણ
2.20 લાખ સ્ક્વેર મીટરની જગ્યામાં 9 પાર્કિંગ
તમામ પાર્કિંગ સભા સ્થળથી 1.7 કીમીની અંદરે
1787 બસ માટે પાર્કિંગની વ્યવસ્થા
2000 જેટલી કાર પાર્કિંગ માટેની વ્યવસ્થા
1.13 લાખ સ્કવેર મીટરનું VVIP પાર્કિંગ તૈયાર

અન્ય સમાચારો પણ છે...