ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઘોઘંબામાં રસ્તા, રોજગારી અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા

ઘોઘંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વિધાનસભામાં વહેંચાયેલો તાલુકો

અાગામી વિધાનસભાની ચુંટણીમાં તમામ રાજકીય પક્ષોઅે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને ઉમેદવારી પત્રો ભરી દીધા છે. પરંતુ ઘોઘંબા તાલુકાના બે ભાગ પાડી હાલોલ અને કાલોલ વિધાનસભામાં વહેચા યો છે. ઘોઘંબા તાલુકામાં રાજકીય ચર્ચઅો કરતાં ગામના વિકાસ અને રસ્તાની વાતો વધુ થયા છે. ગ્રામીણ પ્રજાને કયો પક્ષ અાવશે તેની ચિતાં નથી. નવો ધારાસભ્ય અમારા ગામના સળગતા પ્રશ્ન હલ કરે અને ભ્રષ્ટાચાર નાબુદ કરે તેવી ગ્રામજનોની ચર્ચાઅોનો મોડી રાત્ર સુધી ચાલે છે.

ખરોડ ગામ
ખરોડ ના જુવાનો સાથે ગામજનોની ચર્ચાઅોમાં પ્રથામિક સુવિધાની વાતો ચાલી રહી છે. પછાત ગામઅેવા ખરોડના વિકાસ માટે ગ્રામજનોઅે અનેક રજુઅાત કરી પણ કોઇ સાંભળતું નથી. ગ્રામજનો ફક્ત વિકાસમાં ખરોડ થી માલ મહુડી જવા માટે બ્રિજ બનવાની વાતો કરી પણ સુવિધાનો અભાવ હોવાની વાતો કરી કોઇ પણ જીતે પણ ગામને પછાતમાથી બહાર કાઢે તેવી ચર્ચાઅો કરી રહ્યા છે.

શામળકુવા ગામ
ગ્રામના પંચાયતના અોટલે બેસીને ગ્રામજનોને યુવાનોની ચિંતા સતાવી રહી છે. ગામના યુવાનો રોજગારી માટે બહાર જઇ રહ્યા છે. ગ્રામજનો તાલુકામાં રોજગારી વધે સાથે અેક સ્મશાન બને તેવી ઇચ્છાઅો વ્યક્ત કરી રહ્યા છે. શામળકુવા ગામ પાસેથી દારૂની હેરાફેરી કરતાં વાહનો બંધ કરાવવા ગામ પાસે પોલીસ પોઇન્ટની વાતો ગ્રામજનો કરીને ગામની સલામતી ઝંખે છે.

તરીયાવેરી ગામ
ગામના પાદરે ચાની લારી પર બેસીને ગ્રામજનોમાં સ્થાનીક મુદ્દાઅો પર વધુ ચર્ચાઅો થઇ હતી. ધારાસભ્ય હાજર નહિ કરીને સ્થાનીક નેતાઅો પર વિશ્વાસ મુકતા ભ્રષ્ટાચારની બોલબાલાની ચર્ચાઅો ગ્રામજનોમાં મોખરે હતી. ગામમાં કોઈ રોડ કે રસ્તાઓ, લાઈટની સુવિધાઓ નથી પરંતુ અા વખતની ચુંટણી બાદ થશે તેવી અાશાઅો યુવાનોઅે સેવી હતી. પંચાયતનું મકાન બને તેવી રજુઅાતો ઉમેદવારોને કરીશું તેવો દિલાસો ગામના અાગેવાનો ગ્રામજનોને અાપીને ગ્રામજનો વિખરાઇ ગયા.

ગુણેશીયા ગામ
ગુણેશીયા ગામના વિદ્યાર્થીઅો માટે નજીકની સીમલીયા કોલેજ હોવાથી ગ્રામજનોને શિક્ષણની નહિ પણ ગામના વિકાસમાં અાવતી સરકારની ગ્રાન્ટો ચિતાં વ્યક્ત કરી હતી. કાલોલ બેઠકમાં અાવતો હોવા છતાં ગામમા કોઇ વિકાસ થયો ન હોવાની રટણ ગ્રામજનો કરી રહ્યા છે. ગામના યુવાનો રોજગારી નજીકના સ્થળે મળે અને ગામમાં વિકાસના કામો થયા તેવી રજુઅાત ગામમાં પ્રચાર કરવા અાવનાર રાજકીય ઉમેદવારોને કરીશું તેમ ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે.

ઘોઘંબા ગામ
ઘોઘંબા ગામમાં ગ્રામજનો રાજકીય નેતાઅોના બાંકડાઅો પર બેસીને ગામની વાતો કરતાં ગામના બાળકોને અભ્યાસની ચિતાં કરીને ગામમાં શાળા અને કોલેજ બનવાની વાતો કરી હતી. ગામમાં રોડ મંજુર થયા પણ વહેલી તકે ન બનતાં મુશ્કેલીઅો વેઠવી પડી રહી છે. ઘોઘબા તાલુકા મથક હોવા છતા વિકાસમાં હજુ તાલુકામાં રોજગારીનું કોઇ સાધન ન હોવાથી ગામના યુવાનોને રોજગારી કરવા હાલોલ શહેર તરફ જવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...