ગામ લોકોમાં રોષ:સરસવાના સ્મશાનના રસ્તા પર ફરીથી ફેન્સિંગ કરાતાં પોલીસે હટાવી દીધી

ઘોઘંબા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાઘુઓએ હટાવેલી ફેન્સિંગ સરપંચે રાતોરાત ફરીથી ઉભી કરી દીધી હતી

સરસવાના સ્મશાન તરફ વર્ષો જૂનો મેટલનો રસ્તો હતો. જે રસ્તો ગામના સરપંચ દ્વારા અવરજવર માટે બંધ કરી ફેન્સીંગ મારી દેવાના સાથે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્મશાનમાં જવાના રસ્તા અંગેનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો.

ત્યારે ગામ લોકો દ્વારા મામલતદારને આવેદનપ પણ આપ્યું હતું. રવીવારે ગામના યુવાનનું મૃત્યુ થતાં તેની અંતીમ યાત્રા તરફ જતા રસ્તામાં ફેન્સીંગ હોવાથી યાત્રા રોકાઇ ગઇ હતી. ત્યારે ડાધુઅો દ્વારા હોબાળો મચાવીને રસ્તા વચ્ચેની ફેન્સીંગ તોડી નાખીને સ્મશાનમાં અંતિમ વિધી કરાઇ હતી. રાત્રે સરપંચના પિતા દ્વારા રાતોરાત ફરીથી રસ્તા વચ્ચે ફેન્સીગ કરીને ફરીથી રસ્તો બંધ કરી દીધી હતો.

ગામમાં બીજા દિવસે મહિલાનું મૃત્યુ થતાં સ્મશાનમાં જવા અંતીમયાત્રા નીકળતાં ફરીથી ફેન્સીગ કરી રસ્તો બંધ કરાતા અંતિમયાત્રા રોકાઇ ગઇ હતી. લોકો સ્મશાનમાં લઈ જવાની વિધિ અધુરી મૂકીને સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવા ઘોઘંબા ટીડીઓ પાસે આવ્યા હતા. રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

તલાટી , પીટીઅો વર્ષોબેને અને રાજગઢ પીએસઆઇ દ્વારા લોકોને સમજાવ્યા હતા. પરંતુ સ્મશાનમાં જવા નો રસ્તો ખોલી આપવા વિરોધ પ્રદર્શન કરતા ગામજનોની માગણીથી અને રસ્તા વચ્ચે મુકેલ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે રાજગર પીએસઆઇ તેમજ ટીડીઓ તેમજ તલાટી ની હાજરીમાં મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવા માટે ફેન્સીગ હટાવીને રસ્તો કરી આપ્યો હતો.

જયારે રસ્તા માટે જગ્યા અાપનાર હાલોલના જમીન માલીકે જણાવ્યું કે ગ્રા મજનોને સ્મશાનમાં જવા માટે મારી જગ્યામાંથી રોડ પણ બનાવે તો પણ મને વાંધો નથી પરંતુ મારી જગ્યા પચાવી પાડવા મેં કોર્ટમાં કેસ દાખલ કરેલ છે તમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...