રોષ:ઘોઘંબા રેફરલમાં 1 દિવસમાં 29 પ્રસૂતિ કરનાર તબીબની બદલી કરાતાં રોષ

ઘોઘંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોઅે બદલી રદ કરવા માટે મામલતદારને લેખિત રજૂઅાત કરી

ધોધંબાની રેફરલનાં ડો. પારસ પટેલની કામગીરીથી સારવાર કરાવવા માટે લોકો અાવતાં હતા. ખાનગી તબિબોની હડતાળના દિવસે 1 જ દિવસમાં 29 નોર્મલ ડીલેવરી કરી હતી. તબિબે 1 માસમાં 315 પ્રસુતિ કરાવીને ખાનગી હોસ્પિટલના પાટીયા પાડી દીધા હતા. ત્યારે 17 વર્ષથી રેફરલમાં ફરજ બજાવતાં તબીબની બદલી થતાં અાક્રોશ ભભુકયો હતો.

ઘોઘંબા તાલુકાના ગ્રામજનો દ્વારા તબીબની ખોટી રીતે બદલી કરી હોવાના અાક્ષેપ સાથે મામલતદારને રજુઅાત કરી કે રેફકલના તબીબના લીધે ગ્રામજનોને સારી સારવાર મળતા ગરીબ પ્રજા મોટા ખર્ચથી બચી જાય છે. કેટલાક રાજકારણી કે જેમને અંગત સ્વાર્થ ખાતર ડોકટર વિરુદ્ધ ખોટી રજુઅાત કરીને બદલી કરાવી છે. જેથી ડો.ની બદલી તાત્કાલીક મોકુફ રાખે તેવી ગ્રામજનોઅે માંગ કરી હતી. જો ગ્રામજનોની માંગણી નહિ સંતોષાય તો અાંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...