કાર્યવાહી:ઘોઘંબા હાટમાં ચોરીની 3 બાઇક સાથે એક ઝડપાયો

ઘોઘંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘંબા-વડોદરા-કદવાલમ ાં ચોરી કરી હતી

ઘોઘંબા ખાતે ભરાતા રવિવારી હાટમાં અનેક વખત લોકો ચોરીના માલ લઈ ને લે-વેચ કરવા માટે બહાર થી આવતા હોય છે. ત્યારે હાટ ને લઇને ઘોઘંબા પોસઇ અાર.અાર. ગોહિલ તથા સ્ટાફનાઅો ખરોડ ચોકડી ઉપર ચેકીંગ કરતાં હતા. તે દરમ્યાન અેક ઇસમ બાઇકને અાવતાં પોલીસે રોકીને તેની પાસેથી બાઇકના કાગળ માંગતાં બાઇક ચાલક અંકેશભાઇ પ્રતાપભાઇ રાઠવા ગલ્લાતલ્લા કરતો હતો.

પોલીસે ઇઅગુજકોપમાં તપાસ કરતાં બાઇકના માલીકનું નામ વીરાભાઇ રાઠવાનું જણાઇ અાવતાં પકડાયેલા અંકેશભાઇ રાઠવાની પુછપરછ કરતાં તેને જણાવ્યુ કે અા બાઇક ઘોઘંબાના બજારમાંથી ચોરી કરી હતી. અને હાટ બજારમાં બાઇક વેચવા અાવ્યો હતો. તથા બીજી બે બાઇકો અાબાખુટના જંગલમાં સંતાડી રાખેલ છે.

તેમ જણાવ્યું હતુ|. પોલીસે જંગલમાં તપાસ કરતાં બે બાઇક મળી અાવી હતી. બે બાઇકોની પોલીસે પુછપરછ કરતાં અંકેશભાઇ પ્રતાપભાઇ રાઠવાનાઅે વડોદરા તથા ભીખાપુર ખાતેની બાઇકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસે 65 હજાર રૂની ત્રણ બાઇકોને કબજે કરીને ઘોઘંબા, વડોદરા તથા કદવાલ પોલીસ મથકની બાઇક ચોરીનો ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...