આપઘાત:કાનપુર ગામે પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ઘોઘંબા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારમાં તથા ગામમાં જાણ થવાના ડરથી પગલું ભર્યું હોવાની ચર્ચા

ઘોઘંબા તાલુકાના કાનપુર ગામના હાઇસ્કુલ ફળિયામાં રહેતા પ્રેમી પંખીડાઓએ ગઈકાલે રાત્રિના સમય દરમિયાન ગામની નજીક આવેલા કોતરના નજીક ખેતરના છેડા ઉપરના ઝાડ ઉપર ઓઢણી વડે ગળાફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી દીધું હતું. કાનપુર ગામની સગીરાને ફળિયાના જ યુવાન સુરપાલસિંહ રાજેન્દ્રસિંહ ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોય અને તેની જાણ ઘર તથા પરિવારમાં તથા ગામમાં થઈ જવાના ડરથી બંને પ્રેમી પંખીડાઓએ બુધવારની રાત્રિના સમય દરમિયાન ગામ નજીક આવેલ કોતર નજીક ઝાડ ઉપર ઓઢણી વડે ફાંસો ખાઈ લેતા નાનકડા એવા કાનપુર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવની જાણ સવારે પરિવારજનોને થતા પરિવારમાં રોળક્કળ મચી ગઈ હતી. આ અંગે રાજગર પોલીસને જાણ કરતા રાજગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહોને ઉતારી પોસ્ટમોર્ટમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. બંને મૃતકોના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ગુરૂવારે બંને મૃતકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...