કડાણા તાલુકામાં જાતિના દાખલા મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. 15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખહડતાળ સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જયારે આ સમસ્યાનો ઉકેલ લાવવા વચનબંધ રહેલ મંત્રી કુબેર ડીંડોર સામે લોકોઅે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી
કડાણા તાલુકાના 300 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને સરકારી ભરતી બાદ આદિવાસી હોવાના પુરાવા, દાખલાની ખરાઈનો મુદ્દો બે વર્ષથી ઘોંચમા પડતાં સરકારી ભરતીમાં પસંદગી પામેલ હોવા છતાં નોકરીથી વંચિત રાખ્યા છે. જ્યારે આ વિસ્તારના આદિવાસીઓને બીજી દરેક બાબતમાં આદિવાસી તરીકે લાભ મળતા હોય છે.
ટ્રાયબલ તરીકે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઇ વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી શકાય છે. ત્યારે માત્ર આ બાબતે આદિવાસી તરીકે માન્યતા ન આપી સાચા આદિવાસી હોવાના પુરાવા માંગી વિશ્લેષણના નામે સરકારી નોકરીમા બાકાત રાખ્યા છે. ત્યારે સરકારમા આજીજી કરી થાકેલા આદિવાસીઓ માટે સહન શક્તિ ચરમ સીમા પાર કરી ચુકી છે. હક્ક માટે લડવાના મુડમાં હતા. 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો હડતાલ સહિત આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ વિસ્તારના આદિવાસી લોકોના દાખલાઓ અત્યાર સુધી ખરાઈ હેઠળ રાખી ચકાસણીના નામે અધિકારીઓ અને સરકાર દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી છે. અને આ સંદઁભમાં કડાણા તાલુકાના તાલુકા પંચાયત સભ્યો, જીલ્લા પંચાયત સભ્યો, સરપંચ સંઘ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જોડાયો હતો અને મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.