કાર્યવાહી:લાબડાધરામાં હત્યા કેસમાં પત્ની, પ્રેમી સહિત 4 આરોપીઓ ઝડપાયા

ઘોઘંબા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજગઢ પોલીસ મથકે 4 સામે હત્યાનો ગુનો નોધાયો હતો

લાબડાધરા ગામે સાસરીમાં પત્નીને તેડવા ગયેલા પતિને પત્ની, તેનો પ્રેમી, સાસુ તથા સસરાઅે ભેગા મળીને પતિના ગળાંને પ્લાસ્ટીકની દોરી વડે દબાવીને હત્યા કરી મૃતદેહને ઝાડ પર લટકાવીને હત્યાને અાત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. પરતું પેનલ પીઅેમમાં મૃતકની હત્યા કરી હોવાનું પુરવાર થતાં રાજગઢ પોલીસ મથકે ચાર સામે હત્યાનો ગુનો નોધાયો હતો. રાજગઢ પોલીસ દ્વારા વધુ તપાસ તથા અારોપીઅોને ઝડપી પાડવા તેજચકર્ો ગતીમાન કર્યા હતા. મૃતકની પત્નિ જયાબેન, પ્રેમી મહેશ રાઠવા, સસરા અમરસીંગ રાઠવા તથા સાસુ ગુજલી રાઠવાને ઝડપી પાડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...