ધાર્મિક:શિખરબંધ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ

ઘોઘંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલ્લી ગામે શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરાઇ
  • સંતોની ઉપસ્થિતિમાં આચાર્ય સ્વામીજી મહારાજે શિલાન્યાસ વિધિ કરી

ઘોઘંબા અને પાલ્લી વચ્ચે ઘુસ્કો અને કરાડ બે નદીઓ વચ્ચે આવેલા આંબાવાડિયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાએ 48 વર્ષ પહેલાં સૌપ્રથમ પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા- પાલ્લીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન,શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું હતું. બાદ 41 વર્ષો સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અવિરત વિચરણ કરી સત્સંગ સંસ્કારોનું સિંચન કર્યું.

મંદિરોથી સંસ્કાર વધે છે. સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. પાલ્લીમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ\" અંતર્ગત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે શિલા - ઈંટોનું કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો હતો.

ત્યારબાદ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજન કરેલી ઈંટો મસ્તકે લાવી હતી અને પૂજનીય સંતોએ શિલાઓનું પાયામાં આરોપણ કર્યું. વેદોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ પૂર્ણ સંપન્ન થયા બાદ સૌ સંતો હરિભક્તોએ સ્વામીબાપાની આરતી ઉતારી હતી. દેશ- દેશના હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...