રજૂઆત:સરસવાના સ્મશાનનો રસ્તો બંધ કરવા મુદ્દે ડાઘુઓનો હોબાળો

ઘોઘંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેન્સિંગ તોડીને ડાઘુઓ સ્મશાન પહોંચતા પોલીસ દોડી અાવી
  • મામલતદાર તથા ટીડીઓ ને રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆત કરાઇ હતી

ઘોઘંબા તાલુકાના સરસવાના સ્મશાન અને નાયક ફળિયા તરફ જતો વર્ષો જૂનો રસ્તો હતો. વર્ષ 2014માં આ રસ્તો સરકારી મનરેગા યોજનામાં માટે મેટલ પણ કરવામાં આવ્યો હતો. જે રસ્તો ગામના સરપંચ દ્વારા અવરજવર માટે બંધ કરી અને ફેન્સિંગ મારી દેવાના અાક્ષેપ સાથે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સ્મશાનમાં જવાના રસ્તા અંગેનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. ગામ લોકો દ્વારા મામલત દારને અાવેદન પત્ર અાપવામાં અાવ્યું હતું. ગામમાં અેક યુવાનનું મોત થતાં તેની સ્મશાન યાત્રા નીકળી હતી. સ્મશાનય ત્રામાં સરસવા ગામના લોકો જોડાયા હતા. સ્મશાન યાત્રા બંધ કરેલા વિવાદિત રસ્તા પાસે અાવતા સ્મશાન યાત્રાને અટકાવવી પડી હતી.

આ અંગે ગામ લોકો દ્વારા વિનંતી કરવા છતાં ફેન્સિંગ ખોલી રસ્તો આપવામાં ન આવતા ગામ લોકો વિફર્યા હતા. અને સરપંચ દ્વારા ગેરકા યદેસર રીતે પારકી જમીનમાં કરેલી તારની ફેન્સિંગને તોડી નાખી હતી. જેના કારણે સામસામે બોલાચાલી પણ થઈ હતી અને પોલીસને પણ બોલા વાની ફરજ પડી હતી.

રજૂઆત કરવા છતાં ફેન્સિંગ હટાવવામાં અાવી ન હતી
અમારા ગામમાંથી અંતિમ યાત્રા સ્મશાન તરફ જતાં હતા.વર્ષો જૂનો સ્મશાન જવાનો રોડ પર જમીન પચાવવા ફેન્સિંગ કરી દીધું છે. જમીન માલિકે પણ રસ્તા પર અાપેલો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ફેન્સિંગ હટાવવામાં અાવી ન હોવાથી સ્મશાન જવાના રોડ પર ગેરકાયદેસર ફેન્સિંગ ગામજનોઅને સ્મશાનમાં જોડાયેલો લોકોઅે તોડી નાખી હતી :> રાઠવા વિજયભાઇ, ગ્રામજન

ખાનગી માલિકીમાં કરેલું ફેન્સિંગ દૂર કરવામાં અાવશે
ખાનગી માલિકીની જગ્યામાં ફેન્સિંગ કરવામાં અાવ્યું છે. જમીન માલિકે ફેન્સિંગ કરવાની ના પાડી છે. તેમ છતાં ફેન્સિંગ કરી દેવામાં અાવ્યું છે. કચેરીના કર્મચારીઅોને મોકલ્યા છે. જમીન પરના ફેન્સિંગને દૂર કરવામાં અાવશે:> કે.પી.પારગી, ટીડીઅો, ઘોઘંબા

અન્ય સમાચારો પણ છે...