આદેશ:34 નિવૃત રોજમદારોને 1.78 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદની મકાન અને માર્ગ વિભાગના કામદારોમાં આનંદ

દાહોદ જિલ્લાના મ અને મા પંચાયતના કાર્યપાલક ઇજનેરના તાંબા હેઠળની ઝાલોદ મુકામે આવેલ ના. કા. ઇ. મ અને મા પંચાયતમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 34 કામદારો નિવૃત્ત થતા તેમને મળવાપાત્ર લાભોથી વંચિત રાખતા કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જે અરજી ચાલી જતા ફેડરેશનના એડવોકેટની દલીલો ધ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા, 11-2-22ના રોજ 34 કામદારોને નિવૃત્તિ પછીના તમામ લાભો આપવા માટે ન્યાયમૂર્તિ નિખિલ એસ કારીયેલે આખરી આદેશ કરે જે આદેશનો સમય મર્યાદામાં અમલ કરવા માટે ફેડરેશના પ્રમુખ દ્વારા સરકારના સમકક્ષ અધિકારીઓને નોટિસ આપેલ બાદ પણ હુકમનો અમલ કરાયો ન હતો.

હુકમના અનાદર બદલ ફેડરેશને કન્ટમ ઓફ ધ કોર્ટની અરજી દાખલ કરી હતી. જેને લઇ હાઇકોર્ટના પેનલે 6-10-22ના રોજ અગાઉ થયેલ સ્પે. સિવિલ એપ્લિકેશનમાં થયેલા હુકમને યથાવત રાખી તાત્કાલિક નિવૃત્તિની તારીખથી મળવા પાત્ર પેન્શન ગ્રેજ્યુટી રજાઓ અન્ય લાભો વગેરે ચૂકવવા આદેશ કરતા નિવૃત્ત 34 કામદારોને અંદાજી રકમ રૂા. 1.78 કરોડ ચૂકવાશે.

અન્ય સમાચારો પણ છે...