ભ્રષ્ટાચારના આક્ષેપ:દામાવાવમાં "નલ સે જલ" યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દામાવાવમાં નલ સે જલ યોજનામાં હલકી કક્ષાની ગુણવત્તા સાથેની કામગીરીકરાતા મામલતદારને આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
દામાવાવમાં નલ સે જલ યોજનામાં હલકી કક્ષાની ગુણવત્તા સાથેની કામગીરીકરાતા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
  • તપાસ નહી થાય તો વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કરોડો રૂપિયાની "નલ સે જલ" યોજના હેઠળ ગુજરાતની જનતાને ઘેર ઘેર પાણી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દામાવાવ ગામે પણ "નલ સે જલ" યોજના શરૂ કરાઇ છે. પરંતુ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યુ છે. જેમા જણાવ્યુ હતુ કે યોજનાનું કામ ખાનગી કોન્ટ્રાકટરોને સોંપવામાં આવ્યું છે.

કોટ્રાક્ટર દ્વારા મેઇન પાઈપલાઈન માટેનું ખોદકામ ઓછું કરી તથા બીલકુલ હલકી કક્ષાની ગુણવત્તા વગરનુ મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તથા જલ નલ યોજનાના મટિરિયલમાં કોન્ટ્રાક્ટર સાથે કેટલા ઈસમોની મિલીભગત છે. તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઠેર ઠેર ખોદકામ કરેલ હોવાથી ચોમાસાને લઇને ખેડૂતો પોતાના ખેતરમાં સાફ સફાઈ કરવા જઇ શકતા નથી. તથા યોજનાની કામગીરી અંગે સ્થાનિક રહીશો દ્વારા કોન્ટ્રાક્ટરને ફોન કરીને પૂછવામાં આવે તો કહે છે કે "જે કરવું હોય એ કરી લો જે ઉખાડવું હોઈ એ ઉખાડી લો" એમ કહી ફોન કરનારને ધમકી આપે છે. તંત્ર દ્વારા યોજનાની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. અને જો નલ સે જલ યોજનાની યોગ્ય તપાસ નહી થાય તો દામાવાવ ગામના નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...