કાર્યવાહી:આંબાખુટમાં 2 લાખના વિદેશી દારૂ સાથે કાર ઝડપાઇ

ઘોઘંબા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 5,08,800નો મુદ્દામલ જપ્ત

રાજગઢ પોલીસ મથકના પોસઇ આર.આર.ગોહીલને બાતમી મળી હતી કે અેક સફેદ કલરની ઝાયલો ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ગોદલી આબાંખુટના જંગલોમાં ખાલી કરનાર છે. જેના અાધારે પોલીસ સ્ટાફને વોચ તપાસમા મોકલવામાં અાવતા ભીખાભાઇ ભલસીંગ ઉર્ફે હેમસીંગ રાઠવા, દલપતભાઇ લક્ષ્મણભાઇ રાઠવા બંને રહે મીઠીબોર તા.જી. છોટાઉદેપુર, રાજુભાઇ બાબુભાઇ રાઠવા રહે.સેવનીયા તા.દેવગઢ બારીયા તથા દિપસીંગ રાયસીંગ રાઠવા હાલ રહે.દામાવાવ તા.ઘોઘંબાના અેકબીજાની મદદગારી કરી દારૂની હેરાફેરી તથા વેચાણ માટે ગાડીમાં લાવ્યા હતા.

જેની ગણતરી કરતા વિદેશી દારૂની 480 બોટલો મળી અાવી હતી. જેની કિંમત રૂા. 2,08,800 તથા ગાડીની કિંમત રૂા. 3,00,000 મળી કુલ રૂા. 5,08,880નો મુદ્દામાલ જપ્ત કરી રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.નો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...