ભાસ્કર વિશેષ:ઘોઘંબા CHCમાં 1 માસમાં 313 સફળ પ્રસૂતિ

ઘોઘંબા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા CHC માંએક માસમાં 313 સફળ પ્રસુતિ કરી - Divya Bhaskar
ઘોઘંબા CHC માંએક માસમાં 313 સફળ પ્રસુતિ કરી
  • જુલાઇમાં 1 દિવસમાં 29 પ્રસૂતિ કરાવી હતી : 3 પ્રસૂતિ સિઝેરિયન કરાવાઇ
  • આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણાદાયક કામગીરી થઈ રહી હોવાનો પ્રેરણા રૂપ દાખલો

ઘોઘંબા તાલુકા મથકે આવેલ સીએચસીમાં છેલ્લા એક માસમાં 313 મહિલાની સફળ પ્રસુતિ કરવામાં અાવી છે. જે ખરેખર આરોગ્ય ક્ષેત્રે પ્રસંસનીય અને પ્રેરણાદાયક કામગીરી થઈ રહી હોવાનો પ્રેરણા રૂપ દાખલો છે. છેલ્લા અેક માસમાં કરવામાં આવેલી 313 પ્રસુતિમાં ફક્ત 3 પ્રસુતિનું સિઝેરીયન કરવામાં અાવ્યુ હતુ.

જ્યારે 310 પ્રસુતિ નોર્મલ કરવામાં અાવી હતી. અા સફળ કામગીરીમાં ઘોઘંબા રેફરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પારસભાઈ પટેલ, એન.પી.એમ. સ્ટાફ, તમામ સ્ટાફ નર્સ, લેબ ટેક્નેશીયન, ઓફિસનો સમગ્ર આરોગ્ય સ્ટાફ, વર્ગ ચારના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરોનો પણ સહયોગ રહ્યો છે.

ગંભીર કેસોમાં તાત્કાલિક સીઝર કરી વધુ સહકાર આપનાર ડોક્ટર વેનિશ પંચાલનો પણ સહયોગ મળ્યો હતો. વધુમાં જુલાઇ માસમાં તબીબો હડતાળ પર હતા. ત્યારે ઘોઘંબા રેફરલ હોસ્પીટલમાં પ્રસુતિ કરાવવામાં અાવતી હોવાની માહીતી ઘોઘંબા, હાલોલ તથા કાલોલ તાલુકાના લોકોને થતા પ્રસુતાઅોને લઇને ઘોઘંબા રેફરલ હોસ્પિટલ લઇને લોકો અાવ્યા હતા. ત્યારે રેફરલના ડો.પારસ પટેલ, સ્ટાફ તથા ખાનગી તબીબ તેજસભાઇ શાહની મદદથી અેક દિવસમાં 29 પ્રસુતાઅોની સફળ પ્રસુતિ કરાવી ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...