તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વાવની મહિલા પર દુષ્કર્મ આચર્યું, વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાવ પંથકની પરિણીત મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરતાં મહિલાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાવ પંથકની મહિલા શુક્રવારે સવારે આઠેક વાગ્યાના સમયે ઘરમાં એકલી હતી. ત્યારે એકલતાનો લાભ લઇ મસાભાઈ સવજીભાઈ આશલ (અ.જા.)મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરતાં મહિલાની કાનની બુટી તૂટી જતા કાને ઇજા થઇ હતી.

તેમજ મસાભાઈ આશલનો હાથ મહિલાના મોંઢા પરથી છૂટી જતા મહિલાએ બુમાબુમ કરતા પાડોશમાંથી એક યુવતી દોડી આવી મસાભાઈના વાળ પકડી મહિલા પરથી ખેંચી લેતાં મસાભાઈ આશલ જતા-જતા આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ મહિલાએ મસાભાઈ સવજીભાઈ આશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...