ફરિયાદ:વાવની જોડીયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કામમાં ગેરરીતિઓ આચર્યાની બૂમરાડ

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડતાં માટીનું ધોવાણ થતાં નીચે પાણી જવાથી પોલાણ રહી જવાની શક્યતા

વાવની જોડીયા ડિસ્ત્રીબ્યુટરી કેનાલનું હાલ કામ ચાલી રહ્યું છે જે કામમાં ગેરરીતિઓ આચરાઈ રહી હોવાની રાવ ઉઠવા પામી છે. વાવની જોડીયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વાવ માઇનોર 4 નજીક ફાલનું કામ ચાલી રહ્યું છે જે કામમાં ગેરરીતિઓ આચરાઈ રહી હોવાની રાડ ઉઠી છે.વાવના પૂર્વ મહિલા સરપંચ પતિ અને આગેવાન કરશનભાઇ રાઠોડે જણાવ્યું હતું કે વાવ જોડીયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં જે ફાલનું કામ ચાલી રહ્યું છે.

જે કામ કર્યું પછી કલાકમાં વરસાદ પડતાં માટીનું ધોવાણ થયું હતું ને નીચે પાણી જવાથી પોલાણ રહી જવાની શક્યતા હોઈ કામ ફરીથી કરવામાં આવે પરંતુ ધિકારીઓની મિલી ભગતથી કોન્ટ્રાક્ટર દ્રારા ગેરરીતિ આચરાઇ રહી છે કેનાલના અધિકારીને જાણ કરતા તેઓ પણ કામમાં વાંધો નહિ આવે તેવું રટણ કરી રહ્યા છે અમારે અવર જવર કરવાનો રસ્તો પણ ચાલુ વરસાદમાં ટ્રકો ચલાવી ઉબડખાબડ કરી નાંખ્યો છે કેનાલનો રસ્તો હોવા છતાં કાચા રસ્તામાં માલ ભરેલી ટ્રકો ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...