તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પારાયણ:વાવના ચુવા ઉચપા ગામે 3 માસથી પીવાનું પાણી મળતું નથી

વાવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના ઉચપા અને ચુવા ગામે ત્રણ માસથી  પીવાના પાણી માટે મહિલાઓ બે-ત્રણ કિલો મિટર સુધી રઝળપાટ કરી રહી છે. - Divya Bhaskar
વાવ તાલુકાના ઉચપા અને ચુવા ગામે ત્રણ માસથી પીવાના પાણી માટે મહિલાઓ બે-ત્રણ કિલો મિટર સુધી રઝળપાટ કરી રહી છે.
  • મહિલાઓને પીવાના પાણી માટે બે-ત્રણ કિલો મિટર સુધી રઝળપાટ

વાવ તાલુકાના ઉચપા અને ચુવા ગામે ત્રણ માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. પીવાના પાણી માટે મહિલાઓ બે-ત્રણ કિલો મિટર સુધી રઝળપાટ કરી રહી છે. વાવના ઉચપા અને ચુવા ગામની પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેકશનો કરી દેવામાં આવતા આ ગામમાં પાણી આવતું નથી. જેને લઈ ગામલોકો ત્રણ મહિનાથી પાણી માટે વલખાં મારી રહ્યા છે.

ઉચપા ગામના ડામરાભાઈ રાજપુતે જણાવ્યું હતું કે ‘ત્રણ માસથી પાણી આવતું નથી, હવાડા સંપોમાં પાણી નથી, એક બાજુ પૂરતો વરસાદ પણ નથી, લોકો સાથે પશુઓને પીવાનું પાણી મળતું નથી બે-ત્રણ કિલોમીટર સુધી મહિલાઓને રઝળપાટ કરવી પડી રહી છે. પાણીની પાઈપલાઈનમાં વચ્ચે કનેકશનો કરેલ હોઈ અમારા ગામમાં પાણી આવતું નથી.

પાણી પુરવઠા, સરપંચને જાણ કરવા છતાં કોઇ નિવાડો આવ્યો નથી.’ ચુવા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ ખેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ચુવા-ઉપચા ગામે પીવાના પાણીની છેલ્લા બે માસથી સમસ્યા છે. પાણીના ટાંકાના ઓપરેટરોને કનેક્શનો વિશે જાણ કરીએ ત્યારે કપાવે ફરી લોકો નવા કનેક્શનો કરે છે.’ વાવ પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગામમાં પાણી ચાલુ છે, સ્ટાફના માણસો હાલ તે લાઇન પર છે.’

અન્ય સમાચારો પણ છે...