તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાવ નજીકથી રૂ.1.67 લાખના વિદેશી દારૂ સાથે જાલોરના બે શખ્સો ઝડપાયા

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાવ પોલીસે શનિવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન સાંચોરથી રૂ.1.67 લાખનો દારૂ ભરી રાધનપુર પહોંચાડવા જતી ગાડીને ઝડપી અને બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાવ પોલીસ સ્ટાફ શનિવારે રાત્રે પેટ્રોલીગમાં ઢીમા ચાર રસ્તા પર વાહન ચેકિંગમાં હતા. ત્યારે ટડાવ-ભોરલ તરફથી ગાડી આવતા તેને ઉભી રખાવવાની કોશિશ કરતા ચાલકે ગાડી ઉભી ન રાખતા વાવ પોલીસે પીછો કરતાં ગંભીરપુરા સીમમાં ગાડી મૂકી તેમાં બેઠેલ બે શખસો ભાગવા જતા પોલીસે તેમનો પણ પીછો કરી પકડી લીધા હતા.

ગાડી નંબર જીજે-05-સીએમ-2492 માં તપાસ કરતાં દારૂ તેમજ બિયરની 795 બોટલ કિંમત રૂ.1,67,300 તેમજ 3 લાખની ગાડી અને 5500ની કિંમતના બે મોબાઈલ મળી કુલ 4,72,800 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ હીરાલાલ સુખરામ કાનારામજી વિશ્નોઈ (રહે.આરવા,ચિતલવાણા-જાલોર) અને રમેશપુરી પ્રભુપુરી ગૌસ્વામી (રહે.પાવડા,તા.ચિતલવાણા,જી.જાલોર) ની પૂછપરછ કરતાં સાંચોરના ઠેકા પરથી રમેશ વિશ્નોઇ (રહે.બી ઢાણી,સાંચોર) એ ભરાવી રાધનપુરના બાસપાના તાઉ મુસલમાને મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...