હુમલો:ભાખરીનો યુવક મહિલાને ભગાડી ગયાની અદાવતમાં મારપીટ કરી

વાવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના પિતાએ ચાર સામે ફરિયાદ નોંધાવી

વાવના ભાખરી ગામનો યુવક થરાદ તાલુકાના મહાદેવપુરા ગામની મહિલાને ભગાડી ગયાનું મનદુઃખ રાખી યુવકના પિતાને માર મારતાં ચાર વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

વાવના ભાખરી ગામનો રામજીભાઈ રબારી મહાદેવપુરા ગામની મહિલાને ભગાડી ગયો હોવાનું મનદુઃખ રાખી ચાર વ્યક્તિઓ 8 ઓક્ટોબરે સવારે સાતેક વાગે જીપડાલામાં ભાખરી ગામે આવી નાગજીભાઈ રબારીને પકડી છરી તેમજ પાઇપ ધોકાઓ વડે માર મારતા તેમને ઈજાઓ થતા સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ત્યારબાદ નાગજીભાઈ રબારીના પત્ની ધુડીબેન રબારીએ વાવ પોલીસ મથકે રતાભાઈ ઉર્ફે પોપટભાઈ રબારી (રહે તખતપુરા ),અમરતભાઈ નાગજીભાઈ રબારી (રહે ઢીમા), ચોથભાઈ નાગજીભાઈ રબારી (રહે મહાદેવપુરા તા.થરાદ), લાખાભાઈ નાગજીભાઈ રબારી (રહે મહાદેવપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...