તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ:ઉડિશાના યુવકનું પરિવાર સાથે મિલન કરાવશે, યુવક દોઢ માસથી માવસરી પોલીસ મથકે હતો,ભાભરનું માનવતા આગળ આવ્યું

વાવ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનવતા ગ્રૂપ ભાભર દ્વારા અપના ઘર આશ્રમ ઉંમતામાં લઈ જઈ તે યુવકનું જીવન બદલ્યું હતું. - Divya Bhaskar
માનવતા ગ્રૂપ ભાભર દ્વારા અપના ઘર આશ્રમ ઉંમતામાં લઈ જઈ તે યુવકનું જીવન બદલ્યું હતું.

ઉડિશા રાજ્યનો એક યુવક ફરતો-ફરતો વાવ તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદે આવેલા લિબડાબેટ નજીક ફરતો નજરે પડતા તેને પકડી માવસરી પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો. માવસરી પોલીસે તપાસ કરતા તે ઓડીસા રાજ્યનો હોવાનો બહાર આવ્યું હતું. ઉડિશા રાજ્યના બારાબારી ગામનો માનસ પિતવાસપ્રધાન (ઉં.વ.આ.28) મે માસમાં જટની રેલ સ્ટેશનથી ટ્રેનમાં બેસીને ગુજરાતમાં આવ્યો હતો. જે ફરતો ફરતો ભારત-પાકિસ્તાન સરહદે વાવ તાલુકાના રાધાનેસડા વિસ્તારના લિબડાબેટ તરફ જતો રહ્યો હતો.

ત્યાં સોલાર પ્લાન્ટના માણસોની નજરે ચડતાં તે શંકાસ્પદ લાગતાં BSF પોલીસનો સંપર્ક કરી માવસરી પોલીસ મથકે લાવી પ્રાથમિક પૂછતાછમાં તે માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. માવસરી પોલીસે વધુ તપાસ કરતા તે ઊડીસાના બારાબારી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જેને માનવતા ગ્રૂપ ભાભર તેની વ્હારે આવી તેની સાચવણી સારું તેમજ તેના પરિવારનો સંપર્ક કરી તેના ઘરે મોકલવા સારું માનવતા ગ્રૂપ ભાભર દ્વારા અપના ઘર આશ્રમ ઉંમતામાં લઈ જઈ તે યુવકનું જીવન બદલ્યું હતું. યુવકનું પરિવાર સાથે મીલન થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ માનવતા ગ્રૂપ ભાભર ભગીરથ માનવીય કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...