તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વાવમાં 21 લાખના ખર્ચે બનનાર રાજીવ ગાંધીભવનનું કામ 10 વર્ષ થયાં છતાં અધૂરું

વાવ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાવમાં 21 લાખના ખર્ચે બનનાર રાજીવ ગાંધીભવનનું કામ 10 વર્ષ થયાં છતાં અધૂરું

સરકાર દ્વારા વાવમાં તાલુકા કક્ષાએ અંદાજે 21 લાખના ખર્ચે રાજીવ ગાંધી ભવનનું આશરે 10 વર્ષ પહેલાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે રાજીવ ગાંધી ભવનનું તળિયું તેમજ બારી બારણાં 10 વર્ષ થયાં પણ બન્યા નથી. તેની બાજુમાં પણ વાવ તાલુકા પંચાયત દ્વારા આશરે 20 થી 25 લાખના ખર્ચે મલ્ટી પર્પજ હોલ બનાવવામાં આવ્યો હતો. જે હાલ ખંડેર હાલતમાં પડ્યો છે તેના કાચના બારી-બારણાં અસામાજિક તત્વોએ તોડી નાખ્યા છે.

ત્યાં લોકો શોચક્રિયા કરી રહ્યા છે તેની અંદર આજુબાજુ દારૂની ખાલી બોટલો પણ પડી છે. આ મલ્ટી પરપજ હોલનો એક દિવસ પણ ઉપયોગ થયો નથી. બે વર્ષ અગાઉ વાવમાં અંદાજે 20 લાખના ખર્ચે લાયબ્રેરી રૂમો પણ બનાવવામાં આવ્યા છે પણ હજી સુધી તેનો ઉપયોગ થતો નથી તે પણ પડ્યો-પડ્યો ખંડેર બને તો નવાઈ નહિ. આમ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી મકાનો તો બનાવે છે પણ તેનો ઉપયોગ થતો નથી અને વર્ષો બાદ આ મકાનો ખંડેર બની જતા હોય છે. જેને લઈ સરકારના રૂપિયા પાણીમાં જઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો