હાલાકી:થરાદ બસ ડેપોનું વાવ પ્રત્યે ઓરમાયું વર્તન શાળાઓ બંધ તો વાવની આઠ બસો બંધ

વાવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસો બંધ થઈ જતાં ગામડાઓના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે

વાવ તાલુકા પ્રત્યે થરાદ એસટી ડેપો ઓરમાયું વર્તન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રવિવારના દિવસે વાવ તાલુકાના ગામડાઓના એસટી બસ રૂટો કાપી નાખવામાં આવે છે. વિસ્તારની બસો વિદ્યાર્થીઓ માટે જ છે પ્રજા માટે નથી જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. થરાદ એસટી વિભાગ દ્વારા વાવ તાલુકાના ગામડાઓના બસ રૂટો છાસવારે કાપી નાખવામાં તો આવે જ છે પણ હવે તો શનિ-રવિવારે શાળાઓમાં રજાઓ હોઈ વાવ-સુઇગામ તાલુકાની 8 જેટલી બસો બંધ કરી દેવામાં આવે છે.

જેને લઇ મુસાફરો રઝળી પડે છે. છાસવારે એસટી બસોના રૂટો બંધ કરી દેવામાં આવતા હોઇ બસોની આવક પણ ઘટી પડતી હોઇ આવક ન મળતા પણ બસ રૂટો બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અંગે થરાદ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ‘આ રૂટો ઉપર વિદ્યાર્થીઓ માટે જ બસો ચાલુ છે. જો કે રવિવારે રજા હોઇ રૂટો બંધ કરાવાય છે.’

રજાના દિવસે કઈ કઈ બસો બંધ
વાવ-પાડણ. થરાદ-વાવ-ભટાસણા-સુઇગામ, થરાદ-વાવ-કાણોઠી, મેધપુરા-રડોસણ, થરાદ-વાવ-ચાળા, થરાદ-વાવ-સુઇગામ, થરાદ-વાવ-ભાભર, થરાદ-વાવ-ભાચલી, થરાદ-વાવ-રાબડીપાદર

​​​​​​​રવિવારે બસ આવશે કે નહીં કોને પૂછવું
વાવ બસ સ્ટેશનમાં આવેલ કંટ્રોલ પોઇન્ટ પણ રવિવારે બંધ રાખવામાં આવતો હોય છે અને બીજી બાજુ એસટી બસોના રૂટો પણ કાપી દેવામાં આવે છે. બસ આવશે કે નહીં તેની ખબર પણ પડતી નથી જેને લઈ મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...