તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભાખરીની સીમમાં બે સંતાનની માતાની છેડતી કરતાં ચકચાર

વાવ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ આપી

વાવ તાલુકાના ભાખરી ગામની સીમમાં રાજસ્થાનનો પરિવાર ખેત મજૂરી કરવા ખેતરમાં રહેતો હોઇ ભાખરી ગામના શખ્સે છેડતી કરતાં ચકચાર મચી જવા પામી હતી અને મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ભાખરી ગામની સીમમાં રાજસ્થાનનો પરિવાર ખેતમજૂરી કરે છે. ત્યારે રવિવારે બપોરના સમયે ભાખરી ગામના બે વ્યક્તિઓએ પાણી માગ્યું હતું. જેમાં દિનેશ હરદાસભાઈ સેગલને પાણી આપતા તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે તારો પતિ સુઈ ગયો છે તું મારી સાથે પેલા વૃક્ષ નીચે ચાલ, મોબાઇલ આપ હુું કહું ત્યારે મળવા આવવાનું કહ્યું હતું.

જેને લઇ મહિલાએ હાથ છોડાવી તેના પતિને બોલાવતા મહિલાના પતિએ દિનેશને ઠપકો આપતાં તે એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી તમે રાજસ્થાનના છો કોઈને વાત કરી તો આ ગામમાં રહેવા દઈશ નહિ અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી હેરાન પરેશાન કરી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ દિનેશભાઇ હરદાસભાઈ સેગલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...