તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીએમ રીપોર્ટે ભાંડો ફોડ્યો:વહેમિલા શિક્ષક પતિએ ગળા પર પગ મૂકી પત્નીની હત્યા કરી

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હત્યારો પતિ - Divya Bhaskar
હત્યારો પતિ
  • હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાની કોશિષ કરી હતી

વાવ તાલુકાના ડેડાવા ગામે ચાર દિવસ અગાઉ વહેમમાં અંધ બનેલા શિક્ષક પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. જે બાદ પત્નિએ ઓઢણીથી ઝાડ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યામાં ખપાવવાની કોશિષ કરી હતી. પરંતુ પીએમ રીપોર્ટમાં ફાંસો ખાઇને મોત થયાનું ન આવતાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ પણ કરી દેવામાં આવી છે.

વાવ તાલુકાના ડેડાવા ગામના થરાદની ખાનગી શાળાના શિક્ષક પરષોત્તમભાઈ રાજુભાઇ વણોલ (અ.જા) ના લગ્ન 2016માં થરાદ ખાતે કંચનબેન સરતાણભાઈ હડિયલ સાથે થયા હતા. લગ્ન થયા ત્યારથી પરષોત્તમભાઈ પત્નિના ચારિત્રય અંગે વહેમ રાખી અવાર-નવાર મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી પિતાના ઘરે પણ જવા પણ દેતો ન હતો. દરમિયાન 6 મેના રોજ કંચનબેન કુદરતી હાજતે જવા ગયા હતા. ત્યારે પરષોત્તમભાઈ પણ પાછળ કુદરતી હાજતે જવાના બહાને જઇ કંચનબેનને પગથી ધક્કો મારી નીચે પાડી દેતા ગળાના નીચેના ભાગે લાકડું આવી જતા પરષોત્તમભાઈએ ગળું પગથી દબાવી હત્યા કરી નાખી હતી.

મોતનું સાચું કારણ બહાર ન આવવા દેવા પરષોત્તમભાઈએ પોતાની પત્નીની ઓઢણીએ ઝાડ પર ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું જણાવી વાવ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગૂનો પણ દાખલ કરા‌વ્યો હતો.અઢી વર્ષની પુત્રી અનુષ્ઠાએ માતાના મોત પછી પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

સમાધાન કરવાની વાત કરતાં જ પતિએ રડતાં રડતાં વાત સ્વીકારી લીધી
કંચનબેનના મૃતદેહનું વાવ ખાતે પીએમ કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું ન આવતા વાવ પોલીસ દ્વારા પરષોત્તમભાઈ પર શંકા જતા પૂછપરછ ચાલુ કરી હતી. ત્યારબાદ પરષોત્તમભાઈના તેમજ સાસરી પક્ષના સગા સંબંધીઓ ભેગા મળી સમાધાન કરવાની વાત કરતા પરષોત્તમભાઈએ રડતાં-રડતાં ગળા પર પગ મૂકી મારી હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...