તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વાવના દેથળીના જમીન કબ્જાગીરોના લેખમાં નામ બદલી છેતરપિંડી આચરી

વાવ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાર શખ્સો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાવના દેથળી ગામની ખેતીની જમીનના કબ્જાગીરો મુક્તિની નોંધણીમાં નામ બદલીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે વાવ રજીસ્ટ્રારે ચાર શખ્સો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, વાવના દેથળી ગામના ખાતા નં.343 રે સ નં.265ની ખેતીની જમીનનો કબજાગીરો મુક્તિ ની દ.નં.741એક સપ્ટેમ્બર ના રોજ નોંધણી થયી હતી. જે દસ્તાવેજમાં લખી આપનાર તરીકે કોળી (જડિયાતર) મફાભાઈ હેમરાજભાઈ ના બદલે ખોટું આધારકાર્ડ બનાવીને તેમની ઓળખ આપનાર પોપટજી રામાજી ઠાકોર અને ભરતભાઇ શોભાજી ઠાકોર દસ્તાવેજ કરાવ્યો હતો. જે ગીરોમુક્તિની નોંધ 2449 બે સપ્ટેમ્બરે મામલતદાર કચેરી વાવમાં થઈ હતી. જોકે, વાવ મામલતદાર દ્રારા દસ્તાવેજના પક્ષકારોની ખરાઈ કરતાં ખોટા જણાયા હતા. આથી નોંધ ના મંજુર કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવતા વાવ ઇન્ચાર્જ સબ રજીસ્ટાર નવીનકુમાર માંનાભાઈ ચૌધરી એ વાવ પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કોની કોની સામે ફરિયાદ

 • પોપટજી રામાજી ઠાકોર (રહે મલીપુરા તા.ભાભર)
 • ભરતભાઇ શોભાભાઈ ઠાકોર (રહે દેથળી તા.વાવ)
 • શોભાભાઈ ધર્માભાઈ ઉર્ફે ધરમશીભાઈ કોળી (રહે દેથળી તા.વાવ)
 • અજાણ્યો ઈસમ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો