તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • The Farmer Of Vavna Dethli Fed The Standing Crop Cows In 8 Acres And The Minister Of Changda Seva Sahakari Mandal Fed The Standing Crop Cows Of The Farm.

મજબૂરી:વાવના દેથળીના ખેડૂતે 8 એકરમાં ઊભો પાક ગૌશાળાની ગાયોને અને ચાંગડાના સેવા સહકારી મંડળીના મંત્રીએ ખેતરનો ઊભો પાક ગૌશાળાની ગાયોને ખવડાવ્યો

વાવ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવઃ વાવ તાલુકાના દેથળી ગામના સ્વ.રવજીભાઈ રૂપશીભાઈ પટેલની પુણ્યતિથીએ તેમના ભાઈ નાગજીભાઇ રૂપસીભાઈ અને રવજીભાઈના પુત્રો ધનજીભાઈ રવજીભાઈ અને ખેમજીભાઈ રવજીભાઈએ પિતાની પુણ્યતિથિ અને વડાપ્રધાનનાં 70મા જન્મદિને 8 એકર જમીનમાં જુવાર અને રજકા બાજરીનો ઉભો પાક તિર્થગામ અને ડેડાવા ગામની ગૌશાળાની 300 જેટલી ગાયો ચરાવી હતી. તેમજ 15-20 દિવસ ગૌશાળાની ગૌમાતાઓનું રહેઠાણ પણ તેમના ખેતરમાં રાખવામાં આવશે.

રાહઃ થરાદ તાલુકાના ચાંગડા ગામે સેવા સહકારી મંડળીના મંત્રી પ્રભુભાઈ રૂપાજી કાંદળીએ ચાંગડા ગામની ગૌશાળાની તમામ ગાયોને પોતાના ખેતરમાં ઉભેલા બાજરીના પાકમાં ગાયોને ચરાવી હતી. આ સેવાભાવી મંડળીના મંત્રીએ જણાવ્યું હતું કે ‘અમુક ગૌશાળામાં વસવાટ કરતાં ગાયોની હાલત બગડી રહી છે ત્યારે મેં મારા ખેતરમાં ઉભેલા બાજરીના પાકમાં તમામ ગૌશાળાની ગાયોને ચરાવી છે.

અન્ય સમાચારો પણ છે...