વાવ નજીક હાઈવે પર અકસ્માત:આખલો વચ્ચે આવતા બાઈક સ્લીપ ખાઇ જતાં ચાલકનું મોત

વાવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન વાવથી ખીમાણાવાસ તરફ જતો હતો

વાવ-સુઇગામ નેશનલ હાઇવે પર આખલો રોડ વચ્ચે આવી જતા બાઇક સ્લીપ ખાઈ જતા બાઈક ચાલક રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી. આ અંગેની વિગત મુજબ વાવ સુઇગામ નેશનલ હાઇવે પર મંગળવારે નાગજીભાઈ અણદાજી ભીલ (ઉં.30) વાવથી ખીમાણાવાસ ગામના ખેડૂતના ખેતરે જતા હતા.

ત્યારે નર્મદા કેનાલના પુલિયા પાસે અચાનક રોડ પર આખલો આવી જતા બાઈક પરથી કાબુ ગુમાવતાં સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલક નાગજીભાઈ ભીલ રોડ પર પટકાતા માથામાં તેમજ મોંઢા પર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...