પાણીની સમસ્યા:વાવના સરહદી પંથકના ગામડાઓમાં પીવાના પાણીના પોકાર, પાણી માટે ગ્રામજનોના વલખાં

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરહદી પંથકની આ તસ્વીર પાણીના પોકારની વરવી વાસ્તવીકતા દર્શાવે છે - Divya Bhaskar
સરહદી પંથકની આ તસ્વીર પાણીના પોકારની વરવી વાસ્તવીકતા દર્શાવે છે
  • પાણી માટે પાંચ વર્ષમાં 70થી વધુ રજૂઆત, હવાડા ખાલી હોવાથી પશુઓ પણ વલખાં મારે છે

વાવ તાલુકાના સરહદી રાછેણા, લોદ્રાણી, જોરડીયાળી, માવસરી, કુંડાળીયા, ચંદનગઢ જેવા સરહદી ગામોમાં ભરઉનાળે પીવાનું પૂરતું પાણી આવતું નથી. જેને લઈ લોકો તેમજ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે, હવાડાઓ ખાલી પડ્યા છે. સરહદી ગામોમાં પીવાના પાણીના પોકારો પડી રહ્યા છે. પાણીનું ટેન્કર ગામમાં આવે ત્યારે લોકો પાણી માટે પડાપડી કરે છે.

આ અંગે રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ‘21મી સદીમાં વિકાસની મોટી મોટી વાતો થાય છે તેવામાં વાવના સરહદી ગામો પીવાના પાણી માટે પોકાર પાડી રહ્યા છે. પાયાની સુવિધા પાણી પણ પૂરતું મળતું નથી, પાંચ વર્ષમાં 70થી વધુ લેખિત રજૂઆતો પાણી પુરવઠાથી લઈ મુખ્યમંત્રી સુધી કરી પણ કોઇ નિવાડો આવતો નથી. હવે રજૂઆતો કરી થાકી ગયા છીએ આનો નિકાલ ક્યારે આવશે.

પાણી નહીં મળે તો ભૂખ હડતાળ કરીશું: પ્રકાશભાઈ વ્યાસ
વાવ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઇએ જણાવ્યુ હતુ કે એક માસથી આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી, એક માસથી રજૂઆતો કરવા છતાં નક્કર પગલાં ભરાતાં નથી. એજન્સી અને પુરવઠાની બેદરકારીના કારણે પાણી પહોંચતું નથી. સરકાર ગંભીર નોંધ લઇ પાણી પુરવઠાને જગાડે અને સરહદી ગામોમાં પાણી મળે એવી વ્યવસ્થા કરે નહિતર ના છૂટકે ગામ લોકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે.’

અન્ય સમાચારો પણ છે...