તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાવ બસ સ્ટેન્ડમાં પાસ કાઢવાની વ્યવસ્થા કરવા છાત્રોની માગણી

વાવએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્કૂલો શરૂ થઇ પણ પાસની વ્યવસ્થા ન કરતાં રોષ

વાવ બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ માટે એસ. ટી. બસના પાસની અગાઉ વ્યસ્થા હતી. જોકે, હવે થરાદ ખાતે પાસ નીકળતાં હોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે શાળાઓ ખુલતાં વાવ બસ સ્ટેન્ડમાં પાસ કાઢી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધો. 9 થી 12ના વર્ગો ચાલુ થતાં ગામડાઓ માંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. એસ ટી બસોના પણ રૂટો શરૂ થઈ ગયા છે. તેમ છતાં વાવ એસ ટી ડેપોમાં વિદ્યાર્થી પાસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી જેને લઈ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ને થરાદ પાસ કઢાવવા જવું પડતું હોઇ સમય પણ બગડી રહ્યો છે. આ અંગે છાત્રોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, પહેલા વાવ બસ ડેપોમાં વિદ્યાર્થી પાસ નીકળતા હતા. જોકે, થરાદ ખાતે કોમ્યુટર પણ લઈ જવામાં આવતા હાલ થરાદ ડેપોમાં પાસ કાઢવામાં આવે છે. વાવ બસ ડેપોમાં વિદ્યાર્થી પાસ કાઢવામાં આવતા નથી. જેને લઈ વિદ્યાર્થીઓને થરાદ ખાતે પાસ કઢાવવા જવું પડે છે. તેમાં જો નેટ બંધ હોય પાસ વધુ હોય તો બીજા દિવસે જવાનો વારો આવે તેમ હોઈ વાવ ખાતે પાસની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો