તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:તારે હવે છોકરો નહીં થાય તેમ કહી મહિલાને દાગીના લઈ કાઢી મૂકી

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોથારનેસડા ગામની મહિલાએે ફરિયાદ નોંધાવી

વાવ તાલુકાના ચોથારનેસડા ગામની ત્રણ દીકરીઓની માતાને તેના સાસરિયાઓએ તારે હવે છોકરો નહીં થાય તેવા બહાના હેઠળ શારીરિક-માનસિક ત્રાસ આપી રૂમમાં પુરી શરીરે પહેરલ દાગીના લઈ પિયર મૂકી ત્યાં પણ માર મારી હવે પાછી આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલાએ પતિ સહિત ચાર સાસરિયા વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાવના ચોથારનેસડા ગામની હરખુબેન ઠાકરશીભાઈ રબારીના લગ્ન દશેક વર્ષ અગાઉ ભાભર તાલુકાના ચેમ્બુઆના જગતાભાઈ રાહાભાઈ રબારી સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે થયા હતા. ત્રણ-ચાર વર્ષ સારી રીતે રાખ્યા બાદ બીજી દીકરીનો જન્મ થતા મારકુટ શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગેલ અને ત્રીજી દીકરીનો જન્મ થતાં ત્રણેય દીકરીઓના જન્મ ઓપરેશનથી થયેલ હોઈ ડોકટર દ્વારા પણ હવે સુવાવડ ન લાવવા સલાહ અપાઇ હતી.

ત્યારે બંન્ને જેઠ અને સાસુની ચડામણ કરી દીકરીના સાટામાં બીજી પત્ની લાવવા કહેતા દીકરી નાની હોઇ સગાઈ ન કરવા હરખુબેનએ વિરોધ કરતા મારકુટ કરી શરીરે પહેરલ દાગીના કઢાવી લઈ તારે હવે છોકરો થાય તેમ નથી, અમારે બીજી પત્ની લાવવી છે તેમ કહી ચોથારનેસડા ગામના ગોંદરે મૂકી ત્યાં પણ લાકડી વડે માર મારતા હરખુંબેન રબારીએ માવસરી પોલીસ મથકે પતિ જગતાભાઈ રાહાભાઈ રબારી, બંને જેઠ ઠાકરશીભાઈ રાહાભાઈ રબારી અને ગોવિંદભાઇ રાહાભાઈ રબારી, સાસુ કુંવરીબેન રાહાભાઈ રબારી વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...