ભાસ્કર ન્યૂઝ : વાવ વાવના મોરિખાના વિદ્યાર્થીને પી.જી.નું એડમિશન આપવાનું કહી 60 લાખ એકાઉન્ટમાં નખાવી એડમિશન નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે વાવ પોલીસ ત્રણ શખસો સામે ગૂનો નોંધાયો હતો. જેમાં બે પકડાયા હતા. જ્યારે એક ફરાર હતો. ત્યારે વાવ પોલીસે છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને મુંબઈથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાવ પંથકના મોરિખા ગામના હરસેગભાઈ ખેમજીભાઈ ચૌધરીના પુત્ર નરેન્દ્રને મુંબઈ સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન આપવાનું કહી 60 લાખ આરટીજીએસ આંગડિયા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નખાવી એડમિશન નહીં અપાવી વિશ્વાસઘાત કરતાં હરસેગભાઈ ચૌધરીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાવ પોલીસે તપાસ કરતા લવ અવધકિશોર દાતારામ ગુપ્તા (રહે.ખારધાર, નવી મુંબઈ, મૂળ રહે.જયપુર-રાજસ્થાન) ને જિલ્લા જેલ ભરૂચ ખાતેથી અને ડૉ.રાકેશ રામનારાયણ વર્મા (રહે.મુંબઈ ડેપ્યુટી ડિન સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ,મુંબઈ) ને મુંબઈ સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે પકડી લીધો હતો. જ્યારે એક શખસ હજુ નાસતો ફરતો હતો. ત્યારે વાવ પોલીસે બાતમીના આધારે પી.જી.નું એડમિશન આપવાના 60 લાખની છેતરપીંડી કરનાર અખિલેશ રામમૂર્તિ પાલ (રહે.શ્રી સિધ્ધિ વિનાયક રહેવાસી સેવા સંઘ રાણી સતી માર્ગ કવિન મેરી હાઈસ્કૂલ નજીક, પીપરી પાડા મલાડ પૂર્વ-મહારાષ્ટ્ર) ને મુંબઈથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.