તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાવમાં ધોળા દિવસે રૂ.5.25 લાખની ચીલઝડપ

વાવ15 દિવસ પહેલા
બેગ તફડાવતો ટાબરિયો સીસીટીવીમાં કેદ
  • દુધડેરીના મંત્રી પગાર ઉપાડી બેગ લટકાવી બાઈક ચાલુ કરતા ટેણીઓ બેગ લઈ જતો CCTVમાં કેદ

વાવની ભરબજારમાં ધોળાદિવસે દૂધ ડેરીનો મંત્રી બેન્કમાંથી દૂધના ગ્રાહકોનો પગાર લઈ બેગ બાઈક પર લટકાવી બાઈક ચાલુ કરવા જતાં એક ટાબરીયો બાઈક પરથી રૂપિયા ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયો હતો.જેને લઈ વાવ પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. વાવના બસ સ્ટેશન નજીક શોપિંગમાં આવેલ બનાસ બેન્કમાં વાવના દીપાસરાવાસની દૂધ ડેરીના મંત્રી ડામરાભાઈ સોઢા ગુરુવારે સવારે બેંકમાં દૂધનો પગાર રૂ.5.25 લાખ લઈ બેગમાં મુકી પોતાના બાઈક પર બેગ લટકાવી બાઈક ચાલુ કરતા હતા.

ત્યારે એક ટાબરીયો બાઈક પરથી બેગ લઈ રફુચક્કર થઈ ગયો હતો. થોડે આગળ જતા મંત્રીને ખ્યાલ આવ્યો કે બેગ કોઈ લઈ ગયું જેને લઈ તેઓ ઘટના સ્થળે આવી આજુબાજુ તપાસ કરી વાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે " રેકી કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. વાવના આજુબાજુના ફૂટેજ મેળવી તેની તપાસ કરાઈ રહી છે.