મતગણતરી:વાવ તાલુકાની પંચાયતમાં ભાજપના અગ્રણીઓના સગાઓની જીત થઈ

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોની મતગણતરીને લઈ સવારથી જ ઉમેદવારોના સમર્થકો ઊમટી પડ્યા હતા. - Divya Bhaskar
વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોની મતગણતરીને લઈ સવારથી જ ઉમેદવારોના સમર્થકો ઊમટી પડ્યા હતા.
  • 23 ગ્રામ પંચાયતો પૈકી 14 ના પરિણામ આવ્યા

વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી વાવ ભાભર રોડપર આવેલ મોડલ સ્કૂલ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ કરાઇ હતી. જો કે મતગણતરી મંદગતિએ ચાલતી હોઇ બપોરે પોણા ત્રણ વાગ્યા સુધી 8 જેટલી પંચાયતોના પરિણામ બહાર આવ્યા હતા. પરિણામને લઈ મોડલ સ્કૂલ સામે રોડની એક સાઈડે લોકો પરિણામની રાહ જોઇ બેસી ગયા હતા. પોલીસને રોડ પરથી લોકોને દૂર કરવા પરસેવો પાડવો પડ્યો હતો. કેટલાય લોકો દુકાનોની અગાસી પર તો કેટલાય વાહનો પર ચડી ગયા હતા. મેળા જેવો માહોલ સર્જાયો હતો. મોડી સાંજ સુધી 14 ગ્રામ પંચાયતોના પરિણામ આવ્યા હતા.

જેમાં ભાજપના આગેવાનોના તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના સાસુ રામીબેન લક્ષ્મણભાઈ પટેલ, વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલના પુત્રવધુ રતનબેન નટવરસિંહ ગોહિલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મંત્રી પ્રકાશભાઈ વ્યાસના પત્ની આરતીબેન પ્રકાશભાઈ વ્યાસ અને વાવ તાલુકા ભાજપ મહામંત્રી રામસેગભાઈ રાજપૂતના ભાઈની પત્ની ભારતીબેન રમેશભાઈ રાજપૂતનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...