તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની હાલત કફોડી:વાવમાં અઠવાડિયાથી વરસાદની હાથતાળી,માત્ર 14 મીમી વરસાદ

વાવ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવમાં વરસાદ ન પડતા ખેતરો વાવેતર કર્યા વગર પડ્યા છે. - Divya Bhaskar
વાવમાં વરસાદ ન પડતા ખેતરો વાવેતર કર્યા વગર પડ્યા છે.
  • ખેતર વાવેતર કર્યા વિના પડી રહેતાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે

વાવ પંથકમાં ચાલુ ચોમાસામાં નહિવત વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ પણ હાથ તાળી આપી રહ્યો છે. અઠવાડિયામાં વાવમાં માત્ર 14 મીમી વરસાદ પડ્યો છે.જિલ્લામાં એક અઠવાડિયાથી ક્યાંકને ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે સરહદી પંથક વાવમાં એક અઠવાડિયામાં માત્ર 14 મીમી જ વરસાદ પડ્યો છે.

ચાલુ ચોમાસામાં મોસમનો હજી સુધી માત્ર 77 મીમી વરસાદ પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાવમાં વરસાદી વાતાવરણ સાથે રોજિંદા અમી છાંટણા કરી જાય છે પણ પૂરતો વરસાદ ન પડતા પાક બચાવવો અને નવી વાવણી કરવી મુશ્કેલ બની છે. ખેતરો પણ હજુ વાવણી કર્યા વગર પડ્યા છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

વરસાદી માહોલ વચ્ચે કેનાલો બંધ
વાવ પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં પણ એક ઇંચ વરસાદ પડયો નથી. નર્મદા વિભાગ દ્વારા પણ છેલ્લા ત્રણ દિવસથી કેનાલોમાં પાણી બંધ કરી દીધું છે. જમીનના તળ ઉંડા તેમજ ખારાં હોઇ ખેડૂતોની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...