તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાવમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર કાદવ થતાં રાહદારીઓ હેરાન પરેશાન

વાવ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે સર્જાતી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ

વાવમાં બે દિવસ સામાન્ય વરસાદ પડયો હોવા છતાં ઠેર ઠેર કાદવ કીચડ થતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વાવમાં બે દિવસ સામાન્ય વરસાદ પડતાં વાવ બસ સ્ટેશન આગળ ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. બીજી બાજુ કાદવ કીચડ થયો છે.

તો વળી વાવની મુખ્ય બજાર જવા તરફ રસ્તાઓમાં ઠેર ઠેર પાણીનો ભરાવો તેમજ કાદવ કીચડ સાથે રબડી બની જતા રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. દર ચોમાસે આ જગ્યાઓ પર આવી દશા થતી હોવા છતાં કાયમી નિકાલ ન કરાતા રાહદારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...