તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાના પાણીની વિકટ સમસ્યા:વાવના લાલપુરામાં ચાર દિવસથી પીવાનું પાણી નહીં આવતાં મહિલાઓમાં રોષ

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીવાનું પાણી ન મળતાં મહિલાઓને રઝળપાટ કરવો પડે છે. - Divya Bhaskar
પીવાનું પાણી ન મળતાં મહિલાઓને રઝળપાટ કરવો પડે છે.
  • મહિલાઓને એક કિલોમીટર સુધી પાણી માટે રઝળપાટ

વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન મળતા પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. એક કિલોમીટર સુધી પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.

વાવ તાલુકાના લાલપુરા ગામે ચાર દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેને લઈ ગ્રામજનો હેરાન-પરેશાન થઈ ગયા છે. ગામલોકોએ જણાવ્યું હતું કે ‘વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી આવતું નથી. પશુઓના હવાડા પણ ખાલીખમ પડ્યા છે.

કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે મહિલાઓ એક કિલોમીટર સુધી આજુબાજુ ખેતરોમાં બોર પર પાણી ભરવા જાય છે. ત્યાં પણ લાઈટ ન હોય તો પાણી મળતું નથી. જેને લઈ ગામલોકો તોબા પોકારી ઉઠ્યા છે અને સત્વરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.’

અન્ય સમાચારો પણ છે...