મારામારી:વાવના લોદ્રાણી ગામે દીવાલનો પાયો ખોદવા બાબતે પાડોશી બાખડી પડ્યા

વાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવાલનો પાયો રસ્તા વચ્ચે નડતો હોઇ કહેવા જતાં મામલો બિચક્યો

વાવના લોદ્રાણી ગામે રસ્તાની બાજુમાં દીવાલ બનાવવા પાયો ખોદવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. જેને લઈ સામસામી ફરિયાદ નોંધાઇ હતી.લોદ્રાણી ગામે રબારી વાસમાં રહેતા શંકરભાઇ હરજીભાઈ પ્રજાપતિ અને તેમના પાડોશી ઠાકરશીભાઈ કરમણભાઈ પ્રજાપતિ વચ્ચે રસ્તાની બાજુમાં દીવાલ બનાવવાના બાબતે મારામારી થઈ હતી.

ઠાકરશીભાઈએ ફરિયાદમાં શંકરભાઈ હરજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્રો માવજીભાઈ શંકરભાઇ અને ડાહ્યાભાઈ શંકરભાઇ ચોગાનથી રસ્તા તરફથી દીવાલ બનાવવા માટે પાયાનું ખોદકામ કરતા હોઇ દીવાલનો પાયો થોડો રસ્તા તરફ હોઈ ઠાકરશીભાઈ કહેવા જતા આ ત્રણેય ઉશ્કેરાઈ જઇ અપશબ્દો બોલી પાવડો, લોખંડની કુહાડી અને લાકડી વડે માથામાં માર મારતાં ચક્કર આવી જતા ઠાકરશીભાઈ નીચે પડી જતા તેમની પુત્રી વર્ષાબેન વચ્ચે પડતાં તેને પણ ડાહ્યાભાઈએ લાકડી વડે માથામાં તેમજ પીઠ પર માર માર્યો હતો. જેને લઈ થરાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ઠાકરશીભાઈ પ્રજાપતિએ વાવ પોલીસ મથકે શંકરભાઇ હરજીભાઈ પ્રજાપતિ, તેમના પુત્રો માવજીભાઈ અને ડાહ્યાભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામે બાજુ ડાહ્યાભાઈ પ્રજાપતિની ફરિયાદમાં ઠાકરશીભાઈ પ્રજાપતિએ કહ્યું કે અહીં કેમ પાયો ખોદો છો થોડો અંદર પાયો ખોદી દીવાલ કરો જેથી શંકરભાઇએ કહ્યું કે અમારી હદમાં પાયો ખોદી દીવાલ બનાવીએ છીએ તેમ કહેતા ઠાકરશીભાઈ ઉશ્કેરાઈ જઇ અપશબ્દો બોલી ઝપાઝપી કરી માર માર્યો હતો. જ્યારે ઠાકરશીભાઈના પુત્ર ભરત અને પુત્રી વર્ષાબેન દોડી આવી ડાહ્યાભાઈને ભરતે પકડી રાખતા વર્ષાબેને ઉંધી કુહાડી ડાહ્યાભાઈને માથામાં મારતાં ડાહ્યાભાઈએ ઠાકરશીભાઈ કરમણભાઈ પ્રજાપતિ, તેમના પુત્ર ભરતભાઇ અને પુત્રી વર્ષાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...