તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની આંદોલનની ચીમકી:ડોડગામ કેનાલમાં પાણી નહીં મળતાં ત્રણ ગામના ખેડૂતોની નર્મદા કચેરીએ રજૂઆત

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદ નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરી હતી. - Divya Bhaskar
થરાદ નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરી હતી.
  • ધરાધરા, મોરિખા, દેથળીના ખેડૂતોની આંદોલનની ચીમકી

વાવ તાલુકાના ત્રણ ગામોને સિંચાઈ માટે કેનાલમાં પાણી ન આવતા બુધવારે થરાદ નર્મદા વિભાગની કચેરીએ લેખિત રજુઆત કરી હતી. આ બાબતે કોઇ કામગીરી નહીં થાય તો ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.

ડોડગામ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી વાવના ધરાધરા, મોરિખા, દેથળીના ખેડૂતોને પાણી મળતું નથી. ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે ગેટ પરથી પાણી નીકળે છે વચ્ચે ક્યાંક પાણી જાય છે તેની અમને ખબર નથી. વધુમાં જણાવ્યું હતું કે આવી દુષ્કાળની પરિસ્થિતિમાં પશુપાલન નિભાવવા માટે અમારે કોઇ સ્કોપ બીજો નથી. હાલ આ ગામડાઓની હિજરત કરવાની પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...