તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:માવસરી પોલીસે મહારાષ્ટ્રના યુવાનનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું

વાવ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

માવસરી પોલીસને મહારાષ્ટ્રનો યુવાન મળી આવતા તેના પરિવારની શોધખોળ કરી તેના માતા-પિતા સાથે મિલન કરાવી તેને પરત મોકલી આપ્યો હતો.માવસરી પોલીસને 2 જુલાઇએ બાતમી મળી હતી કે એક શકમંદ વ્યક્તિ ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં ફરી રહ્યો છે. જે હકીકત આધારે માવસરી પીએસઆઈ એન.કે.પટેલ સ્ટાફ સાથે ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં ફરતા શકમંદ વ્યક્તિને પકડી માવસરી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતાં તે મહારાષ્ટ્ર રાજ્યના ઉત્રાંગ જિલ્લાનો રવિન્દર પાંડુરંગ મૌરે હોવાનું જાણવા મળ્યું હતું.

તેની માનસિક સ્થિતિ સારી ન લાગતાં માવસરી પોલીસ મથકે રાખી ઇલેક્ટ્રિક મીડિયા દ્રારા તેના પરિવારનો સંપર્ક કરી તેના માતા-પિતાને માવસરી પોલીસને કહ્યું હતું એ છ મહિના અગાઉ કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતો. માવસરી પોલીસે શનિવારે માતા-પિતાને બોલાવી તેમના પુત્ર સાથે મિલન કરાવી પરત મુકવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...