બેદરકારી:માવસરી પોલીસને ધક્કો મારી અપહરણનો આરોપી ફરાર

વાવ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરહદી પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપીને ચાર દિવસ અગાઉ માવસરી પોલીસે પકડી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતા. ત્યારે ગુરુવારે માવસરી પોલીસ તપાસ અર્થે લઇ જતાં ખેતરની વાડનો દરવાજો ખોલવા ગાડી ઉભી રાખતાં મોકો દેખી આરોપી નાસી છૂટ્યો હતો. વાવના ગામડી (કારેલી) ગામનો મુકેશભાઈ શંકરભાઇ ઠાકોરે તેના સગાઓ સાથે વાવના સરહદી પંથકની સગીરાનું અપહરણ કર્યું હતું. જેને ચાર દિવસ પહેલા સગીરા સાથે માવસરી પોલીસે પકડી પાડ્યો હતો.

ત્યારે ગુરુવારે માવસરી પોલીસ તપાસ અર્થે લઇ જતી હતી ત્યારે વાવના ટોભા નજીક ખેતર પાસે ગાડી ઉભી રાખી ખેતરની વાડનો દરવાજો ખોલવા જતાં ગાડીમાં વચ્ચેની સીટમાં પોલીસ જાપ્તા વચ્ચે બેઠેલો મુકેશ ઠાકોર પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જેને લઈ માવસરી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...