ચોરી:વાવના રાછેણામાં ગોગા મહારાજના મંદિરમાં રૂ.1 લાખની મત્તા ચોરાઈ

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 માસ અગાઉ આ જ મંદિરમાંથી પાંચ લાખ ઉપરાંતની ચોરી થઇ હતી

વાવ તાલુકાના રાછેણા ગામની સીમમાં ગોગ મહારાજના મંદિરમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે એક લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. રાછેણા ગામની સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ગુરૂવારની રાત્રીએ કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે એક લાખની મત્તા ચોરી ફરાર થઇ જતા વહેલી સવારે ચોરી અંગે ગ્રામજનોને જાણ થતાં પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં.

ગ્રામજનોએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ચાર માસ અગાઉ આ જ મંદિરમાં અજાણ્યા તસ્કરો દ્વારા ત્રાટકી અંદાજે પાંચ લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આજ દિન સુધી ચોરીનો ભેદ ન ઉકેલાતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે જીલ્લા પોલીસવડા સત્વરે યોગ્ય પગલાં ભરી થયેલ ચોરીનો ભેદ ઉકેલે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...