31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મિક ચેતના પદયાત્રા દશ વર્ષ પહેલાં ગૌ જાગૃતિના સંકલ્પ સાથે હલ્દીઘાટીથી સંપૂર્ણ ભારત વર્ષમાં ભ્રમણ કરનાર છે. જે પદયાત્રા રાજસ્થાન ફરી ગુજરાતમાં પદયાત્રા કરી ગૌ જાગૃતિ માટે ગૌ કથા કરી રહી છે. વાવમાં ગૌ કથાના વિરામના દિવસે પધારેલ પ.પૂ.ગુરુદેવ સરસ્વતી ગોપાલ મહારાજે જણાવ્યું હતું કે ‘ઝગડા જમીનના નહીં મનના છે. મનમાં મેલ ભરાય ત્યારે ઝગડો થાય. રશિયા-યુક્રેન જમીન માટે લડી રહ્યા છે. બંને ખતમ થઇ જશે જે જમીન માટે લડી રહ્યા છે તે જમીન તો ત્યાંને ત્યાં જ રહેવાની છે સોચ બદલવાની જરૂરત છે.’
ગૌ માતાનો મહિમા જણાવતા કહ્યું કે ગૌ માતાએ દેવ્રતને પશુ આવરણમાં છુપાવેલ છે, ગૌ માતાની મહિમા અપાર છે, કલિયુગમાં ગૌ માતાની વધારે આવશ્યક છે, મનનો મેલ પવિત્રની સંગથી બદલે છે, સંગ બદલવાથી કિસ્મત બદલી જાય છે, ધૂળને હવાનો સાથ મળે તો ઉપર ઉડે છે તેજ ધૂળને પાણીનો સાથ મળે તો કાદવ બની જાય છે. સંસારમાં સૌથી પવિત્ર ગૌ માતા છે. જેમાં તેત્રીસ કરોડ દેવો વાસ કરે છે માટે તે સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે. ભોજનનો પ્રભાવ મન બુદ્ધિ પર પડે છે. રોજ 80 હજાર ગાયો પર છરી ચાલે છે.
આવી સ્થિતિ રહી તો થોડાક વર્ષોમાં ગૌ માતાના દર્શન કરવા પણ નહીં મળે. ગૌ માતાના દર્શન કરતા મોત થાય તો મુક્તિ મળે છે. મૃત્યુ શરીરનું થાય છે આત્માનું નહિ આત્મા અમર છે. ગાય નહિ બચે તો ધર્મ, દેશ નહિ બચે, સારી દુનિયા ઝગડી રહી છે આપણા દેશમાં શાંતિ છે કારણ કે આપણા દેશમાં ગાયો છે.
રામ આશરા ઢીમાના મહંત પ.પૂ.1008 જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે ‘ગૌ માતા આપણા જીવન સાથે જોડાયેલી છે, ગૌ માતા દુઃખી ત્યાં સુધી આપણે પણ દુઃખી, ગૌ માતા દેવોની સર્વ મનુષ્યની માતા છે મા ને ઘરમાંથી દૂર કરીએ તો ખુશ ન થવાય, ગાય આપણા ઘરમાં રહેશે તો સુખ મળશે બહોળી સંખ્યામાં લોકોએ દિવ્ય ગૌ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.